ગુજરાતમાં દારૂબંધી બની નહોર વિનાના વાઘ જેવી, વિવિધ શહેરોમાં પોલીસ ચોકી વિસ્તારમાં જ ફરી રહ્યા છે નશામાં ધૂત દારૂડિયાઓ- જુઓ Video

|

Jul 11, 2024 | 7:18 PM

ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલી છે પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. રાજ્યમાં દારૂબંધીનો અમલ નહોર વિનાના વાઘ જેવો થઈ રહ્યો છે. દારૂબંધીના આ ગુજરાતમાં પોલીસની નાકની નીચે દારૂડિયાઓ ખુલ્લેઆમ નશામાં ધૂત ફરી રહ્યા છે. આ દૃશ્યો જોઈને એ સવાલ ચોક્કસ થાય કે આ ગુજરાત જ છે કે અન્ય કોઈ પછાત રાજ્ય!

રાજ્યમાં દારૂડિયાઓ બેફામ, તંત્ર નાકામ, ફરી એક વખત ઉડ્યા દારૂબંધીના લીરેલીરા. વાત કરશુ ત્રણ એવી ઘટનાની જે સાબિત કરે છે કે દારૂબંધી ફક્ત કાગળ પર જ છે. ભાવનગરના પાલિતાણામાં પોલીસ ચોકીની બહાર દારૂડિયાનો વીડિયો વાયરલ થયો. પોલીસ સ્ટેશનનની બહાર જ દારૂ બંધીના લીરેલીરા ઉડ્યા. મોરબીમાં પણ જાહેર રસ્તા પર દારૂની પોટલી લઈને જતો વીડિયો વાયરલ થયો. બીજી બાજુ કચ્છમાં હમીરસર તળાવ માર્ગ પાસે પણ પોલીસની નિષ્ક્રિય કામગીરી જોવા મળી. પોલીસ વાહનની આગળ જ દારૂડિયો ફરતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.

આ દ્રશ્યો જુઓ. ભાવનગરના પાણીતાણાની બજરંગદાસ બાપા ટાઉન પોલીસ ચોકીની બહારના છે અને આ પોલીસ ચોકીની બહાર જ નશામાં ધૂત થઇને બે વ્યક્તિઓ રોડ પર આળોટી રહ્યા છે. આ વાયરલ વીડિયો ગઇકાલનો હોવાનું અનુમાન છે. જો કે tv9 આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. પરંતુ સવાલ એ છે કે પાલીતાણા તાલુકામાં દારૂ મળવો અને કોઈપણ જગ્યાએ દારૂ પીને સૂઈ જવું એટલું સહેલું થઈ ગયું છે. જાણે પાલીતાણા તાલુકામાં પોલીસનો ખૌફ જ ના હોય તેવું આ વીડિયો પરથી લાગી રહ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે પણ ઉઠી રહ્યા છે અનેક સવાલો.

પાણીતાણા બાદ કચ્છના આ દ્રશ્યો જોશો તો તમને પણ સ્થિતિ ઠેરની ઠેર જ લાગશે. ભુજમાં પોલીસના વાહન આગળ જ દારૂડિયો ફરતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. હદ તો ત્યાં થઇ ગઇ કે નશામાં ધૂત દારૂડિયાએ પોલીસ વાહનને રોક્યું છતાં પોલીસે કોઇ જ કાર્યવાહી ન કરી. પોલીસ જાણે કે મૂક પ્રેક્ષક હોય તેમ દારૂડિયો રસ્તામાં ફરતો હોવા છતાં તેની સામે કોઇ જ પગલાં ન ભર્યા. આ વીડિયો હમીરસર તળાવ માર્ગ પરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે પોલીસની નજર સામે જ દારૂડિયો પસાર થઇ જાય છે અને પોલીસ કશું જ કરતી નથી એ બાબત કેટલી યોગ્ય ?

લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો
Kidney Stone : ઘોડો દૂર કરશે તમારા શરીરની પથરી, જાણીને ચોંકી જશો આ ટ્રીક
Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ

બીજી તરફ મોરબીના દ્રશ્યો તો વધુ ચિંતા ઉપજાવનારા છે. મોરબીમાં જાહેર રસ્તા પર જ દારૂની પોટલી લઇને જઇ રહેલા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પીપળી-જેતપર રોડનો હોવાનું અનુમાન છે. પરંતુ દારૂ પીનારા અને બુટલેગરોને જાણે કે પોલીસનો કોઇ ખૌફ જ ન હોય તે રીતે રાજ્યમાં દારૂની રેલમછેલ થઇ રહી છે.જે પોલીસ અને સરકારી તંત્રની સરેઆમ નિષ્ફળતા ઉજાગર કરે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article