Panchmahal : ગોધરા તાલુકામાંથી કરોડો રૂપિયાની માટી ચોરીનું કૌભાંડ સામે આવ્યું

ગોધરા(Godhra) જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવી કંપની સંચાલકો દ્વારા ગોધરા તાલુકાના ભલાણીયા, નાની કાંટડી,વીંઝોલ ગામની 10 હેકટર કરતા વધુ ગૌચર જમીનમાંથી માટી ચોરી કરી હતી.

Nikunj Patel
| Edited By: | Updated on: May 04, 2022 | 8:30 PM

ગુજરાતના પંચમહાલ જિલ્લાના  ગોધરા(Godhra) તાલુકામાંથી કરોડો રૂપિયાની માટી ચોરીનું( Stealing Sand)  કૌભાંડ(Scam) સામે આવ્યું છે. જેમાં પ્રતિબંધિત ગૌચરની જમીનમાંથી 10 કરોડ ઉપરાંતની કિંમતની માટી ચોરી કરવામાં આવી હોવાનું ટીડીઓની તપાસમાં સામે આવ્યું છે. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બની રહેલા દિલ્હી મુંબઈ હાઇવેનું નિર્માણ કરતી MCC કંપની દ્વારા કરોડોની માટી ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.જેમાં ખાનગી કંપની દ્વારા ગોધરા તાલુકાના વિવિધ ગામોની ગૌચરની જમીનો ખોદી કરોડો રૂપિયાની માટી ચોરી ગૌચર જમીનોનું એટલું ખોદકામ કરી નાખ્યું કે ગૌચરની જમીન તળાવમાં ફેરવાઈ ગઈ હતી.

તેમજ આ સમગ્ર પ્રકરણમાં કંપની સંચાલકો દ્વારા જિલ્લા કલેકટરે મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવી ગોધરા તાલુકાના ભલાણીયા, નાની કાંટડી,વીંઝોલ ગામની 10 હેકટર કરતા વધુ ગૌચર જમીનમાંથી માટી ચોરી કરી હતી. જેમાં જવાબદાર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરીને કંપનીને દરેક પ્રકારની છૂટ આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમજ આ અંગે ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાંથી કંપની દ્વારા 10 કરોડ ઉપરાંતની માટી ગૌચર જમીનોની ખોદીને ચોરી કરી હોવાનું આવ્યું સામે છે.

સ્થાનિક લોકો તેમજ હોદ્દેદારો દ્વારા સ્થાનિક તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાંપણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સીએમ ડેસ્ક સુધી રજુઆત કરવામાં આવતા સફાળા જાગેલા તંત્રએ સમગ્ર મામલાની તપાસ ગોધરા તાલુકા વિકાસ અધિકારીને સોંપી હતી. ત્યારે આ મામલે ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાંથી કંપની દ્વારા 10 કરોડ ઉપરાંતની માટી ગૌચર જમીનોને ખોદીને ચોરી કરી હોવાનું સ્પષ્ટ સામે આવ્યું છે. ત્યારે સરકારના સૌથી મોટો દિલ્હી મુંબઈ કોરીડોર રોડ બનાવવા ની ઉતાવળ માં દરેક જિલ્લા નું વહીવટી તંત્ર ગેરકાયદેસર માટી ખનન ને રોકવા લાચાર બની ગયેલ છે ત્યારે વાડ જ ચીભડાં ગળે એવો ઘાટ થવા પામ્યો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">