Rajkot : વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ચેડા ! મનપા સંચાલિત શાળાનું સંચાલન ખાનગી ટ્રસ્ટને સોંપાતા વિવાદ વકર્યો

|

Aug 08, 2022 | 9:11 AM

કહેવાય છે કે શાળામાં દેશનું ભવિષ્ય તૈયાર થતું હોય છે, પરંતુ રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડવાનો કારસો રચાયો હોવાનો આચાર્યએ આરોપ લગાવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot municipal Corporation) સંચાલિત શાળા નંબર 93માં અભ્યાસ કરનારા 890 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનો પ્રયાસ શાળાના ટ્રસ્ટે (Trust) કર્યો છે. શાળાના આચાર્યએ ટ્રસ્ટ સામે ગંભીર આરોપ લગાવ્યો છે કે ટ્રસ્ટે વિકાસના બહાને શાળામાં તોડફોડ કરી લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે. કમ્પ્યુટર લેબમાં (Computer Lab) શોર્ટ સર્કિટના કારણે અનેક કોમ્પ્યુટરને નુકસાન થયું છે. તો શાળાના (govt school) પ્રજ્ઞા રૂમમાં પણ તોડફોડ કરાઇ છે. શાળાના ક્લાસરૂમમાં પણ પંખાની સંખ્યા ઘટાડવામાં આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે.

890વિધાર્થીઓના અભ્યાસ પર માઠી અસર

વિનોબા ભાવે શાળામાં1 થી 8 ધોરણમાં કુલ 890વિધાર્થીઓના અભ્યાસને અસર થઈ રહી છે. આ મામલે આચાર્યએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીથી(Primary school committee)  લઇને સીએમ સુધી આ ટ્રસ્ટ સાથેનો કરાર રદ્દ કરવાની માગ કરી છે. બીજી તરફ વાલીઓએ પણ ટ્રસ્ટની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.તો આ તરફ સમગ્ર મામલે શિક્ષણ સમિતિના (Eduation committee) શાસનાધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે શાળાના આચાર્ય દ્વારા મળેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી છે અને કાર્યવાહીની પણ ખાતરી આપવામાં આવી છે.ખાનગી ટ્રસ્ટ દ્વારા શું ફાયદો થઈ રહ્યો છે તેની કોઈ સ્પષ્ટતા તો ન થઈ પરંતુ એક વાત ચોક્કસ છે કે શાળામાં અભ્યાસ કરનારા બાળકોના અભ્યાસ સાથે ચેડા થઈ રહ્યા છે.

Next Video