વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત, અમદાવાદ, નવસારી અને મહેસાણાના કાર્યક્રમોમાં આપશે હાજરી, જુઓ Video

|

Feb 21, 2024 | 2:49 PM

વડાપ્રધાન મોદી 22 ફેબ્રુઆરીએ અમદાવાદ, નવસારી અને મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, તેમજ ગુજરાતને વિકાસકામોની ભેટ આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે જાય તેવી પણ શક્યતા છે, જ્યાં તેઓ કાકરાપાર ખાતે બનેલા 700-700 મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાત મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ, નવસારી અને મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, તેમજ ગુજરાતને વિકાસકામોની ભેટ આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે જાય તેવી પણ શક્યતા છે, જ્યાં તેઓ કાકરાપાર ખાતે બનેલા 700-700 મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કરશે.

વાળીનાથ મહાદેવ મંદિરમાં કરશે દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ફરી ગુજરાત આવશે.તેઓ મહેસાણાના તરભ ગામના વાળીનાથ ધામની મુલાકાત લેવાના છે. તરભ ગામમાં વાળીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવમાં વડાપ્રધાન ખાસ હાજરી આપશે.આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને યોગી આદિત્યનાથ સહિતના પ્રધાનો ઉપસ્થિત રહેવાના છે. આ પ્રવાસ અંગે વાળીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુએ માહિતી આપી હતી.

પ્રાણ-પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાશે

વાળીનાથ મહાદેવ મંદિરમાં 16થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં ભારતના સંતો-મહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ભવ્ય મહોત્સવમાં દૈનિક 3 લાખ લોકો દર્શનનો લાભ લેશે તેવો અનુમાન છે. તો 22 ફેબ્રુઆરીએ પ્રાણ-પ્રતિષ્ઠામાં 5 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતા છે.

આ સાથે જ તેઓ આણંદમાં GCMMF અમૂલના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમમાં PM હાજર રહેશે. વડાપ્રધાન સાથે અમિત શાહ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. 22મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી અને તાપી પણ જઇ શકે છે. નવસારી ખાતે પીએમ મિત્રા એપરેલ પાર્કનું ખાતમૂહૂર્ત કરશે. પીએમ મિત્રા પાર્ક ઉપરાંત કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મહાનગરપાલિકાને વિકાસની ભેટ ધરશે. 1130 કરોડના 14 વિકાસના કામોનું લોકાર્પણ વડાપ્રધાન કરશે. 2112 કરોડના 35 કામોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન વર્ચ્યુઅલી કરશે.

વડાપ્રધાન નવસારી બાદ કાકરાપાર જઈ શકે છે. કાકરાપાર ખાતે બનેલા 700-700 મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કરશે. વડાપ્રધાન દક્ષિણ ગુજરાતમાં નવસારી અને તાપી જિલ્લાની મુલાકાત લઈ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:57 am, Thu, 15 February 24

Next Video