Gujarati video : વડોદરાના સાવલીની સાંઇ હોસ્પિટલ ફરી વિવાદમાં, બેદરકારીના કારણે પ્રસૂતાનું મોત થયાનો પરિવારનો આક્ષેપ

Gujarati video : વડોદરાના સાવલીની સાંઇ હોસ્પિટલ ફરી વિવાદમાં, બેદરકારીના કારણે પ્રસૂતાનું મોત થયાનો પરિવારનો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 12:31 PM

વડોદરા જિલ્લાના સાવલીની સાંઈ હોસ્પિટલ (Sai Hospital) ફરી વિવાદમાં આવી છે. એક પ્રસૂતાનું સારવાર દરમિયાન મોત થતા તેના પરિવારજનોએ હોબાળો કર્યો હતો.

Vadodara : વડોદરા જિલ્લાના સાવલીની સાંઈ હોસ્પિટલ (Sai Hospital) ફરી વિવાદમાં આવી છે. એક પ્રસૂતાનું સારવાર દરમિયાન મોત થતા તેના પરિવારજનોએ હોબાળો કર્યો હતો. ઘટના કઇક એવી હતી કે 108 મારફતે સ્વજનો પ્રસૂતા સોનલ પાટણવાડીયાને સાવલીની સાંઇ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબ આવે તે પહેલા જ બે નર્સે સિઝર કરીને ડીલીવરી કરી હતી.

આ બેદરકારીને કારણે પ્રસૂતાનું મોત થયુ હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. તબીબ વગર જ નર્સોએ કરેલી બેદરાકરીભરી કામગીરીથી પ્રસૂતાનો જીવ ગયાનો મૃતકના સ્વજનોએ આક્ષેપ કર્યો છે અને સાંઈ હોસ્પિટલની બેદરકારી મુદ્દે ફરિયાદ કરવા મૃતકના સગા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મૃતકના પરિવારે ન્યાયની માગણી કરી છે.

Input Credit- Yunus Gazi- Vadodara

આ પણ વાંચો-Gujarati Video : જામનગરના તમાચણ ગામે બોરમાં બાળકી પડી જવાના કેસમાં વાડીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ

 

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 05, 2023 12:27 PM
g clip-path="url(#clip0_868_265)">