Monsoon 2022: કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, ખેડૂતોના માથે ચિંતાની કરચલી

|

May 25, 2022 | 5:27 PM

ગુજરાતના (Gujarat) કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવો વરસાદ (Rain) પડી શકે છે. જયારે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત (Gujarat) માં છૂટો છવાયો વરસાદ (Rain) પડશે તેવી હવામાન વિભાગ (Meteorological Department) એ આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો હાલ ગુજરાતમાં લોકલ એક્ટિવિટી શરૂ થઇ ચુકી છે. થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી શરૂ થઇ છે જેથી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ રહેશે. આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઇ છે. તો દમણ, વલસાડ અને નવસારીમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે. જયારે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને પણ સૂચના આપી દીધી છે. ભારે પવનને પગલે આગામી ત્રણ દિવસ 27, 28 અને 29 મે સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. તો હજી પણ રાજ્યના લોકોને ગરમીનો સામનો કરવો પડશે. કારણ કે રાજ્યમાં હજી ગરમી યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.વાદળછાયા વાતાવરણને લઈને તાપમાન યથાવત રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાપીમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વરસાદ આવતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. જોકે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેરીનો પાક લેવામાં આવે છે અને અત્યારે કેરીનો પાક તૈયાર છે ત્યારે વરસાદ પડવાથી તેમાં નુકસાન થવાની સંભાવના છે જેના પગલે ખેડૂતોની ચિંતા વધી છે.

સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના દરિયામાં ભાગે પવન ફૂકાવાની સંભાવનાને પગલે પોરબંદરના કલેક્ટરે માછીમારોને સમુદ્રમાં ન જવા સૂચના આપી છે. જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને આ સૂચના આપી છે. આ સાથે આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાયવાની અને સમુદ્રમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં ભારે વપન ફૂંકાવાની ાગાહીના પગલે અત્યારે દરિયામાં રહેલા દમા માછીમારોએ પોતાની બોટ કિનારા તરફ લાવવાની તૈયારી શરૂ કરી દીધી હોવાનું પણ જાણવા મળે છે.

Next Video