Anand Video : સીમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ, જાણો કેમ સીમ કાર્ડ મોકલવામાં આવતા હતા દુબઈ ? 3 આરોપીની ધરપકડ

|

Apr 12, 2024 | 4:09 PM

આણંદ પોલીસે સીમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ સીમ કાર્ડ અહીં એક્ટિવ કરીને દુબઈ મોકલવામાં આવતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રુપિયાની લાલચમાં આરોપીઓ ગરે કાયદેસર સીમ કાર્ડ વેચતા હોવાનો કૌભાંડ પણ સામે આવ્યો છે.

આણંદ પોલીસે સીમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ઘટના આણંદના કરમસદમાંથી સામે આવી છે. જ્યાં એક્ટિવ કરેલા 145 સીમ કાર્ડ દુબઇ પહોંચે તે પહેલા જ આણંદ SOG દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દુબઇમાં સીમ કાર્ડ ઓનલાઇન ગેમીંગ ઝોન અને સટ્ટ બેટીંગમાં ઉપયોગમાં લેવાતા હોવાનો પર્દાફાશ થયો છે.

પોલીસે બાતમીના આધારે દરોડા પાડી રામદેવપીરના મંદિર પાછળ આવેલી સોમાભાઇ રેસીડેન્સીમાંથી એક્ટિવ કરેલા 145 અને 14 જેટલા ડેબીટ કાર્ડ જપ્ત કર્યા છે. આરોપીઓએ સીમ કાર્ડ નાપાડ ખાતેથી લાવ્યા હોવાની કબુલાત કરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી 42 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપી સીમ કાર્ડ એક્ટિવ કરી દુબઇ રહેતા તેમના મિત્રને સપ્લાય કરતા હોવાનું પણ સામે આવ્યું છે. પૈસા કમાવવાની લાલચમાં આરોપીઓ સીમ કાર્ડ ગેરકાયદે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video