Rajkot : રાજકોટના વીરપુરમાં PGVCLની બેદરકારીને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વીરપુરમાં મીની વાવાઝોડુ અને કમોસમી વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જે અઠવાડિયા બાદ પણ શરૂ થયો નથી. વીજળી વગર ખેડૂતોના વાવેતરને સિંચાઈ માટે પાણી મળી શકે તેમ નથી. ખેડૂતોના કુવા કે બોરમાં પાણી છે પણ વીજળી ન હોવાથી પાણી ખેંચી શકાય તેમ નથી. જેથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે.
આ પણ વાંચો : Rajkot : જૂનાગઢની યુવતીની હત્યાનો કેસ, આરોપી સૂરજ ભૂવા સામે કડક કાર્યવાહી કરવા ઉઠી માગ
ચોમાસું શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે અને ખેડૂતો અત્યારે નવા પાક માટે વાવણીની તૈયારીમાં લાગેલા છે. એવા સમયે ખેડૂતો પાસે વીજળી નથી. વરસાદ શરૂ થાય તે પહેલા વહેલામાં વહેલી તકે વીજળી મળે તેવી PGVCL સમક્ષ ખેડૂતોની માગ છે.
તો આ અગાઉ પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ઘણુ નુકસાન થયુ હતુ. સુરતના(Surat) માંગરોળમાં પાક નુક્સાનીનું વળતર આપવામાં બાકાત રખાતાં ખેડૂતોમાં(Farmers) રોષ વ્યાપ્યો હતો. ખેડૂતોએ પરસેવો પાડીને મહામૂલો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદના(Rain) કારણે પાકને મોટાપાયે નુક્સાન ગયું હતુ.ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે તેમણે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં માંગરોળ તાલુકાને સરકારી સહાયમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. જેને પગલે ખેડૂતોએ સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને સહાયની માગ કરી હતી.
તો બીજી તરફ માંગરોળના વિસ્તરણ અધિકારીએ સહાયના નિયમોનું કારણ આપ્યું હતુ. અધિકારીએ કહ્યું કે- 33 ટકાથી વધુ વરસાદ હોય તો જ સહાય મળવાપાત્ર થાય હતા. માંગરોળ તાલુકામાં 33 ટકા કરતા ઓછો વરસાદ હોવાથી માંગરોળ તાલુકાને પસંદ કરવામાં નથી આવ્યો. તેમ છતાં વરસાદ આવ્યો ત્યારે જ ગ્રામસેવકોને માંગરોળ તાલુકામાં સર્વેની સૂચના આપી હતી. પરંતુ ખેડૂતો તરફથી કોઈ અરજી કે ફરિયાદ મળી નથી.