હિંમતનગરમાં UGVCL દ્વારા વીજ સલામતી જાગૃતિ રેલી યોજાઈ, જુઓ

|

Jun 07, 2024 | 7:05 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં UGVCL હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતી જાગૃતિ રેલી યોજાઈ હતી. સાથે જ હેલ્થ ચેક અપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા સેફ્ટી બેનર, લાઇન સ્ટાફ મિટિંગ, ક્રોસ બાઉન્ડ્રી મેઇનટેનન્સ, લાઇન મેઇનટેનન્સ, પેંફ્લેટ વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં UGVCL હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતી જાગૃતિ રેલી યોજાઈ હતી. સાથે જ હેલ્થ ચેક અપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા અધીક્ષક ઈજનેર જીજે ધનુલાના માર્ગદર્શન હેઠળ સેફ્ટી બેનર, લાઇન સ્ટાફ મિટિંગ, ક્રોસ બાઉન્ડ્રી મેઇનટેનન્સ, લાઇન મેઇનટેનન્સ, પેંફ્લેટ વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

શહેરના વિવિધ માર્ગો પર ન્યાય મંદિરથી વિશાળ રેલી વીજ સલામતી જાગૃતિ અંગે નિકળી હતી. જેમાં UGVCLના ઇજનેરો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. વીજ સલામતી અને ઊર્જા બચાવવા અંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કર્મચારીઓના આરોગ્યના ચેક અપ માટે BAPS યોગીજી મહારાજ હોસ્પિટલ, શાહીબાગના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. રેલી અને કેમ્પમાં સહાયક સચિવ આર.એમ.લીંબાચીયા,હિંમતનગર વિભાગીય કચેરીના આર.ડી.વરસાત તેમજ સં ઓપરેશન મેનેજર અમદાવાદના દિપસિંહ મોરી તથા હિંમતનગર ગ્રામ્યના ઈન્ચાર્જ ડીઈ ધીરેન બી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:04 pm, Fri, 7 June 24

Next Video