Porbandar: સમુદ્ર કાંઠેથી ઝડપાયેલી પાકિસ્તાની બોટ અંગે તપાસનો ધમધમાટ, 10 પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ શરુ

|

Jan 10, 2022 | 10:49 AM

સમુદ્રમાંથી મળેલી યાસીન બોટમાંથી માછલીઓ, ફિશિંગ નેટ સહિતનો માછીમારોનો સામાન મળી આવ્યો છે. ભારતીય જળસીમામાં 6 નોટિકલ માઈલ અંદર સુધી યાસીન બોટ ઘુસી હતી.

પોરબંદર (Porbandar)માં સમુદ્ર કાંઠેથી ઝડપાયેલી પાકિસ્તાની બોટ (Pakistan boat)લઈને અંકિત જહાજ પોરબંદર પહોંચી ગયુ છે. કોસ્ટગાર્ડે (Coastguard) ઝડપેલી યાસીન બોટ સાથે 10 પાકિસ્તાની માછીમારો (fishermen)ની તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. તમામ માછીમારોની પૂછપરછ કરવામાં આવી છે.

ગઈકાલે અરબી સમુદ્રમાંથી યાસીન બોટ પકડાઈ હતી. જેમાં 10 પાકિસ્તાની નાગરિકો પણ સવાર હતા. આ તમામને લઈને કોસ્ટગાર્ડ અંકિત જહાજ સોમવારે સવારે 8 કલાકે જેટી પર પહોંચ્યુ હતુ. આ સાથે જ તમામ સુરક્ષા એજન્સી જોઈન્ટ ઈન્ટ્રોગેશન માટે અહીં પહોંચી ગઈ હતી. ખરેખર આ માછીમારો હતા કે ઘૂષણખોરો તે અંગેની પૂછપરછ અને તપાસ હાથ ધરાઈ છે. બોટમાં પકડાયેલા સામાન અંગેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે પાકિસ્તાનની યાસીન બોટ કેટી બંદરથી માછીમારી કરવા નીકળી હતી. જો આ પકડાયેલા પાકિસ્તાની નાગરિક ખરેખર માછીમારો હશે તો તેમના સામે સીમા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે અને પોરબંદરના નવીન પોલીસ સ્ટેશનમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મહત્વનું છે કે સમુદ્રમાંથી મળેલી યાસીન બોટમાંથી માછલીઓ, ફિશિંગ નેટ સહિતનો માછીમારોનો સામાન મળી આવ્યો છે. ભારતીય જળસીમામાં 6 નોટિકલ માઈલ અંદર સુધી યાસીન બોટ ઘુસી હતી. જેથી કોસ્ટગાર્ડે બોટ સાથે પાકિસ્તાનીઓને ઝડપી લીધા હતા.

આ પણ વાંચોઃ કોરોનામાં મોનોકલોનલ ઈન્જેક્શન અસરકારક? જાણો કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યએ આ અંગે શું કહ્યુ

આ પણ વાંચોઃ NRIનો હબ ગણાતા આણંદ અને ખેડામાં કોરોનાનો મહાવિસ્ફોટ, બંને જિલ્લામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ખૂબ વધુ

Next Video