પોરબંદરમાં મહત્વના 22 સ્થળો પર ડ્રોન કેમેરા ઉડાડવા પર પ્રતિબંધ લદાયો

|

Dec 15, 2021 | 4:05 PM

પોરબંદર જિલ્લાના ૨૨-ઝોન પૈકી ૭-રેડ ઝોન, ૧૫-યેલો ઝોન જાહેર કરાયા છે. જેમાં આ મુજબનાં ૨૨ વિસ્તારોમાં જાહેરનામુ તા. ૧૦ ડિસેમ્બર થી ૬૦દિવસ સુધી અમલમાં રહેશે.

ગુજરાતના(Gujarat)  પોરબંદર(Porbandar) જિલ્લામાં મહત્વના 22 સ્થળો પર ડ્રોન કેમેરા(Dron Camera)  ઉડાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો.ડ્રોન ઉડાડવા પર જિલ્લા વહીવટી તંત્રએ ૧૦ ડિસેમ્બર થી ૬૦દિવસ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે..પોરબંદરમાં નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસ હેડ ક્વાર્ટર સહિતના લોકેશન પર ડ્રોન કેમેરા ન ઉડાડવા પર જિલ્લા વહિવટી તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે.

પોરબંદર શહેર/જિલ્લા વિસ્તારમાં આવેલ ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટ્રોલેશન રેડ ઝોન કે યેલો ઝોનમાં વિભાજીત કરેલા છે. જે પૈકી પોરબંદર જિલ્લાના ૨૨-ઝોન પૈકી ૭-રેડ ઝોન, ૧૫-યેલો ઝોન જાહેર કરાયા છે. જેમાં આ મુજબનાં ૨૨ વિસ્તારોમાં જાહેરનામુ તા. ૧૦ ડિસેમ્બર થી ૬૦દિવસ સુધી અમલમાં રહેશે. આ વિસ્તારનાં ૫૦ તથા ૧૦૦ મીટર વિસ્તારમાં ડ્રોન કેમેરા ઉડાડવા પર પ્રતિબંધ કરાયો છે.

યલો અને રેડ ઝોન વિસ્તાર પૈકી જિલ્લા કોર્ટ પોરબંદર, એસ.પી ઓફિસ, કલેક્ટર ઓફિસ, ભાદર બ્રીજ (ચિકાસા રોડ), પોરબંદર બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન પોરબંદર, હરી મંદિર સાંદિપની આશ્રમ, કીર્તિ મંદિર, ભાવસિંહજી હોસ્પિટલ, દિવા ડાંડી ખંભાળા ડેમ, વોટર ટ્રીટમેંટ પ્લાન્ટ, પોલિસ હેડ ક્વાટર્સ, સૌરાષ્ટ્ર સિમેન્ટ લીમીટેડ,

સૌરાષ્ટ્ર કેમીકલ યલો ઝોન તથા નેવલ બેડ બોખીરા, જિલ્લા કોસ્ટગાર્ડ હેડ ક્વાટર્સ – ૦૧ સિવિલ એરપોર્ટ, આઇ.એમ.એસ પેટ્રોગેસ (સુપરગેસ), ૬૬ કે.વી. વિસાવાડ, ઓલ વેધર પોર્ટ (સુભાષનગર), ખાસ જેલ પોરબંદરનો રેડ ઝોનમાં સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ભાવનગરમાં પણ કોરોનાના કેસ વધતાં તંત્ર એલર્ટ, માસ્ક ન પહેરતા લોકોને દંડ ફટકારાયો

આ  પણ વાંચો : ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયુ, કોંગ્રેસે ભાજપ પર કર્યો આ આક્ષેપ

Next Video