ભાવનગરમાં પણ કોરોનાના કેસ વધતાં તંત્ર એલર્ટ, માસ્ક ન પહેરતા લોકોને દંડ ફટકારાયો

ભાવનગરમાં ઘરે-ઘરે તેમજ દુકાનો પર જઈ લોકોને વેક્સિન પણ અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ ભાવનગરમાં એક્ટિવક કેસની સંખ્યા 34ને પાર પહોંચી ગઈ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 4:31 PM

ગુજરાતમાં (Gujarat) શહેરી વિસ્તારોમાં કોરોનાના(Corona)કેસો વધી રહ્યા છે.તેવા સમયે ભાવનગરમાં(Bhavnagar) કોરોનાના કેસ વધતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભાવનગર મહાનગરપાલિકાએ સતર્કતાના ભાગરૂપે અનેક પગલા લીધા છે. શહેરના અઘેલાઈ અને કેરિયાઢાળ પર બે જગ્યાઓ પર ટેસ્ટ અને ચેકિંગ હાથ ધરાયું છે. માસ્ક ન પેહરનારા લોકોને દંડ ફટકારાઈ રહ્યો છે.

આઉપરાંત ઘરે-ઘરે તેમજ દુકાનો પર જઈ લોકોને વેક્સિન પણ અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ ભાવનગરમાં એક્ટિવક કેસની સંખ્યા 34ને પાર પહોંચી ગઈ છે. સોમવારે એક સાથે પાંચ કેસ નોંધાતા તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 14 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55 કેસ નોંધાયા હતા . જયારે કોરોનાના લીધે વલસાડમાંએક વ્યકિતનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 48 લોકો સાજા થયા હતા.  જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 555 એ પહોંચી હતી .ગુજરાતમાં અત્યાર સુધી 8,17,591 લોકોએ કોરોનાને મ્હાત આપી  હતી. જ્યારે કોરોના રિકવરી રેટ 98. 71 ટકા થયો છે.

ગુજરાતના  મંગળવારે  નોંધાયેલા કોરોનાના દર્દીઓની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 14, વડોદરામાં 14, જામનગરમાં 06, નવસારીમાં 05, રાજકોટ શહેરમાં 05 , સુરત શહેરમાં 04, આણંદમાં 01, ગાંધીનગર શહેરમાં 01, જામનગર જિલ્લામાં 01, કચ્છમાં 01, મોરબીમાં 01, પોરબંદરમાં 01 , વલસાડમાં 01 કેસ નોંધાયો  હતો. જ્યારે અન્ય જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

આ પણ વાંચો : ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયુ, કોંગ્રેસે ભાજપ પર કર્યો આ આક્ષેપ

આ પણ વાંચો : PANCHMAHAL : હાલોલ નગરપાલિકામાં વિવિધ વિકાસ કામોમાં ગેરરિતીની ભાજપના કોર્પોરેટરની રજુઆત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">