Vadodara Video : વાઘોડિયા ગામથી પારૂલ યુનિવર્સિટી સુધીના રોડ પર ખાડારાજ, વહેલી તકે સમારકામ કરવા વાહનચાલકોની માગ

|

Sep 23, 2023 | 2:22 PM

વાઘોડિયાથી વડોદરા રોડ પર અપ અને ડાઉન બે સાઈડ રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ રોડની એક સાઈડ પર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. રોડના એક તરફના ભાગમાં રોડ પર મસમોટા ખાડા પડી જવાથી નાનાથી લઈ મોટા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પારૂલ યુનિવર્સિટીથી લઈ વાઘોડિયા ગામ સુધીના આસરે ચાર કિલોમીટર સુધીના રોડ પર ખાડા જ ખાડા હોવાથી વાહનચાલકોને આ રોડ ઉપરથી પસાર થતાં નવનેજા આવી જાય છે.

Vadodara  : વાઘોડિયાથી વડોદરા રોડ પર અપ અને ડાઉન બે સાઈડ રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ રોડની એક સાઈડ પર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. રોડના એક તરફના ભાગમાં રોડ પર મસમોટા ખાડા પડી જવાથી નાનાથી લઈ મોટા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : Vadodara : ડભોઇના ચાણોદમાં ગાય ગટરમાં ખાબકી, ભારે જહેમત બાદ કરાયુ રેસ્કયુ, જુઓ Video

પારૂલ યુનિવર્સિટીથી લઈ વાઘોડિયા ગામ સુધીના આસરે ચાર કિલોમીટર સુધીના રોડ પર ખાડા જ ખાડા હોવાથી વાહનચાલકોને આ રોડ ઉપરથી પસાર થતાં નવનેજા આવી જાય છે.

વાઘોડિયા સહિત વડોદરા સુધી અપ ડાઉન કરતા વાહનચાલકો માટે સમયની બરબાદી સાથે વાહનોમાં થતા નુકસાનીની કિંમત પણ ચૂકવવી પડે છે. જેને લઈ વાઘોડિયાથી વડોદરા તરફ અવર જવર કરતા વાહનચાલકો માટે ખૂબ મોટી સમસ્યા ઉભી થયેલ છે. ત્યારે વહેલી તકે રોડનું સમારકામ કરાય તેવી વાહનચાલકોની માગ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video