ગાંધીનગર : વધતા ટાઈફોઈડના કેસને લઈ રાજકારણ ગરમાયું, શહેર કોંગ્રેસે મનપા કચેરી ખાતે કર્યો વિરોધ, જુઓ-Video

ગાંધીનગરના અસરગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. તેવામાં શહેર કોંગ્રેસ મેદાને ઉતરી છે અને મનપા કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

ગાંધીનગર : વધતા ટાઈફોઈડના કેસને લઈ રાજકારણ ગરમાયું, શહેર કોંગ્રેસે મનપા કચેરી ખાતે કર્યો વિરોધ, જુઓ-Video
typhoid case in gandhinagar (1)
| Edited By: | Updated on: Jan 06, 2026 | 1:25 PM

ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસને લઈ રાજકારણ ગરમાયું છે. ગાંધીનગરમાં ટાઈફોડના કેસમાં ચીંતાજનક વધારો જોવા મળતા મનપાની ચીંતા વધી છે, અસરગ્રસ્ત વિસ્તારમાં 20 કેસ નોંધાયા છે, તેમાથી એક બાળકીનું મૃત્યુ થયુ છે. ત્યારે ગાંધીનગરમાં મનપા કચેરી ખાતે શહેર કોંગ્રેસે ઉગ્ર દેખાવો કરી વિરોધ નોંધાયો છે.

વધતા ટાઈફોઈડના કેસને લઈ કોંગ્રેસનો મનપા ખાતે વિરોધ

મળતી માહિતી મુજબ કમિશનર ઓફિસમાં દૂષિત પાણીનું માટલું ફોડીને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. શહેર કોંગ્રેસ સમિતિએ કમિશનરને આવેદન આપ્યું છે. શુદ્ધ પીવાનું પાણી અને ઝડપી ગટરનું સમારકામ કરવાની માગ કરી છે. આ સાથે જવાબદાર એજન્સી સામે પગલા લેવાની પણ કરી માગ કરી છે.

કોંગ્રેસનો આરોપ અધિકારીઓ મેચ રમવામાં વસ્ત

શહેર કોંગ્રેસના જણાવ્યા મુજબ હાલ ગાંધીનગર મનપા ખાતે કોઈ સત્તાધીશો હાજર નથી રહી રહ્યા ત્યારે નાગરિકો રોગચાળાને કારણે હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. મનપાના અધિકારીઓ પર ઓરોપ છે કે અધિકારીઓ-પદાધિકારીઓ ભાવનગરમાં ક્રિકેટ મેચ રમવામાં વ્યસ્ત છે.

ટાઈફોઈડના 20 નવા કેસ નોંધાયા

ગાંધીનગરના અસરગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. તેવામાં શહેર કોંગ્રેસ મેદાને ઉતરી છે અને મનપા કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તાત્કાલિક ધોરણે દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂર પાડવામાં આવે તેવી માગ કરાઈ રહી છે.

જણાવી દઈએ તો 133 દર્દીઓને ટાઈફોઈડ થયો હોવાની માહિતી સામે આવી હતી જેમાંથી 45 દર્દીઓ સાજા થઈ ગયા છે અને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

Breaking News : ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ મેઈલ મળતા મચ્યો ખળભળાટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 1:24 pm, Tue, 6 January 26