પૂરગ્રસ્તોને બચાવવા દેવદૂત બનીને આવ્યા પોલીસકર્મી, જુઓ VIDEO

|

Jul 11, 2022 | 6:47 PM

છોટા ઉદેપુરના બોડેલી(Bodeli)માં ઉપર આભ ફાટ્યું હોય અને અને નીચે જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હો તેવી પરિસ્થિતિમાં પોલીસકર્મી કેડ સમાણાં પાણીમાં લોકોનો જીવ બચાવી રહ્યા હતા. વરસતા વરસાદમાં આ પોલીસ કર્મી પૂરમાં ફસાયેલા લોકોને પકડીને બહાર કાઢી રહ્યા હતા.

ભારે વરસાદને પગલે છોટાઉદેપુરમાં (Chotaudepur)અનેક લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. ત્યારે પોલીસકર્મીએ દર્શાવેલી માનવતાનો વીડિયો વાઇરલ થયો છે. છોટા ઉદેપુરના બોડેલી(Bodeli)માં ઉપર આભ ફાટ્યું હોય અને અને નીચે જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હો તેવી પરિસ્થિતિમાં પોલીસકર્મી કેડ સમાણાં પાણીમાં લોકોનો જીવ બચાવી રહ્યા હતા. વરસતા વરસાદમાં આ પોલીસ કર્મી પૂરમાં ફસાયેલા લોકોને પકડીને બહાર કાઢી રહ્યા હતા.

બોડેલી તાલુકામાં વરસેલી આકાશી આફત સમયે માનવતા મહેકી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બોડેલીના PSI એ.એમ.સરવૈયા વીડિયોમાં જોવા મળ્યા હતા જેઓ પાણીમાં ઉતરીને ફસાયેલવા લોકોને સુરક્ષિત સ્થળે પહોચ્યા હતા. આ કામગીરીનો વીડિયો સોશ્યિલ મીડિયામાં ઘણો વાઇરલ થયો હતો અને લોકો દિલથી આ પોલીસકર્મીને સલામ કરી રહ્યા હતા. આફતના સમયે ગમ સ્થળો પર આ રીતે પોલીસ કર્મીથી માંડીને તંત્રના લોકો અસરગ્રસ્તોની મદદે આવી પહોંચ્યા હતા.

અમદાવાદમાં 108ના કર્મચારીની પ્રશંસનીય કામગીરી

આ પ્રમાણેની  ઘટના અમદાવાદમાં પણ જોવા મળી હતી. અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. પાલડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે 108 એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ ન હતી. જેના કારણે 108ના કર્મચારીઓ ઘૂંટણસમા પાણીમાં ઉતરીને દર્દીના ઘર સુધી પહોંચ્યા હતા અને દર્દીને પાણીમાં ઉંચકીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 108ના EMT જીગર વર્મા અને પાયલોટ ધર્મેન્દ્ર પટેલે દર્દીને હોસ્પિટલ પહોંચાડતા તેમની કામગીરીને લોકોએ બિરદાવી હતી.

મુસ્લિમ બાળકને  બચાવવા હિન્દુ દંપત્તિ જળબંબાકાર પરિસ્થિતિમાં પહોચ્યું રક્તદાન માટે

5 વર્ષના મુસ્લિમ બાળકને બચાવવા હિન્દુ દંપતિ જળબંબાકાર સ્થિતિ (માં મદદે પહોંચ્યું હતું. હોસ્પિટલમાં જ પડી ગયેલા બાળકને લોહી(Blood)ની તાત્કાલિક જરૂર હોવાથી દંપતિ કેડસમાણા પાણીમાં લોહી માટે દોડ્યા, ટુ વ્હિલર ન પહોંચી શકતા અંતે સેટેલાઇટ પોલીસની મદદ માંગી અને પોલીસ દેવદૂત બનીને હોસ્પિટલ લઇ ગઇ

Published On - 6:41 pm, Mon, 11 July 22

Next Video