નશામાં ધૂત રાજકોટ પોલીસ જવાને કરી તોડફોડ, બાઈક લઈને ગબડી પડ્યો: સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે

|

Dec 24, 2021 | 6:48 AM

Rajkot: 80 ફૂટ રોડ પર પોલીસ જવાનની દાદાગીરી સામે આવી છે. નશાની હાલતમાં પોલીસ કર્મચારીએ ઈંડાની લારીઓમાં તોડફોડ કરી હોવાનું ખુલ્યું છે.

Rajkot: રાજકોટના 80 ફૂટ રોડ પર પોલીસ (Rajkot Police) જવાનની દાદાગીરી સામે આવી છે. આ પોલીસ જવાને ઈંડાની લારીઓમાં તોડફોડ કરીને સામાન નીચે ફેંકી દીધો હતો. તો નશામાં ધૂત પોલીસ (Drunk Police) જવાન બાઈક હંકારી શકવાની સ્થિતિમાં પણ ન હતો. આવી સ્થિતિમાં પોલીસ જવાને દાદાગીરી કરી હતી. અને આ પોલીસ જવાન બાઈક પરથી પણ પડી ગયો હતો.

આ સમગ્ર ઘટના બાદ ઈંડાની લારીના માલિકે નશામાં ધૂત પોલીસ જવાન સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એક તરફ ગુજરાતને ડ્રાય સ્ટેટ તરીકે પ્રમોટ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ અવારનવાર પોલીસના જ જવાનો દારુના નશામાં ધૂત હાલતમાં મળી આવે છે. તો આ તરફ રાજકોટમાં કમિશનરે 31 ડિસેમ્બરને લઇ દારૂબંધીની કડક અમલવારી કરાવવા સૂચના આપી છે. તો જણાવી દઈએ કે આ પોલીસ જવાન રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે.

 

આ પણ વાંચો: ITR filing: આ વર્ષે ટેક્સ ફાઇલિંગ સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, રિટર્ન ફાઈલ કરતા પહેલા જાણીલો આ અગત્યની માહિતી

આ પણ વાંચો: ટેમ્પો ડ્રાઈવરના ખુલ્યા નસીબ: વેક્સિન લેવાનો ડબલ લાભ, AMC ના વેક્સિન લકી ડ્રોમાં મળ્યો iPhone

Published On - 6:48 am, Fri, 24 December 21

Next Video