સુરતના કાપોદ્રામાં અકસ્માત સર્જનારા આરોપી સાજનનું પોલીસે સરઘસ કાઢ્યું છે. ઘટનાસ્થળે આરોપીને સાથે રાખીને રિ-કન્સ્ટ્રક્શન કરાયું છે. સુરતના કપોદ્રામાં મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે આંતક મચાવ્યો હતો. સ્નેહ મુદ્રા સોસાયટી નજીક કારચાલકે વાહનચાલકોને અડફેટે લીધા.
જે ઘટનામાં 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે જોકે પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી આરોપી સન્ની પટેલની ધરપકડ કરી. જે બાદ આરોપીનું ઘટના સ્થળ પર સરઘસ કાઢવામાં આવ્યું, આરોપીના આગાઉ પણ 5 જેટલા ગુનાની અંદર સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો : Surat : સચિનમાં બાળકી સાથે થયેલા દુષ્કર્મનો કેસ, આરોપી દોષિત જાહેર, જુઓ Video
આ બાબતે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિકની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ટ્રાફિક પોલીસ મોટા અકસ્માત બાદ જ ડ્રાઈવ ચલાવે છે તેવી ટીકા કરી હતી. કાનાણીએ કહ્યું આવા પ્રયત્નોથી અકસ્માત અટકશે નહીં. આ ઘટના બની છે તે અલગ ઘટના છે જેમાં દારૂ પીધા બાદ અકસ્માત થયો છે. પોલીસ દિવસના ડ્રાઈવ ચલાવી માત્ર નાના મણસો પાસે દંડ વસુલતા હોવાની વાત કુમાર કાનાણીએ કરી.