ભૂમાફિયા જયેશ પટેલની જમીન લેવાઈ ટાંચમાં: માત્ર જામનગરમાં 40 થી વધુ જમીન કૌભાંડ કરનાર જયેશ હાલ લંડનની જેલમાં

|

Dec 30, 2021 | 8:28 AM

ભૂમાફિયા જયેશ પટેલની જમીન પોલીસે હવે ટાંચમાં લેવાનું શરુ કર્યું છે. જણાવી દઈએ કે જયેશ પટેલે માત્ર જામનગરમાં 40 થી વધુ જમીન કૌભાંડ કર્યા છે.

Jamnagar: લંડનની (London) જેલમાં બંધ જામનગરના ભૂમાફિયા (land mafia) જયેશ પટેલ સામે પોલીસે લાલઆંખ કરી છે. પોલીસે જયેશ પટેલના (Jayesh Patel) જામનગરમાં આઠ કરોડની કિંમતના આઠ પ્લોટ સીલ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, જયેશ પટેલે એક પછી એક એમ 40 થી વધુ જમીન કૌભાંડ તો જામનગરમાં જ આચર્યા છે. આ જમીન કૌભાંડમાંથી અનેક મિલકતો કાયદેસર પણ કરી લીધી છે.

આવી મિલકતની યાદી તૈયાર કરી પોલીસે અનેક મિલકત સીલ કરી છે. જેમાં સ્થાવર અને જંગમ મિલકતનો સમાવેશ થાય છે. બીજી તરફ બાકી રહેતી મિલકતોની આકારણી કરી એએસપી નીતેશ પાંડેની ટીમે યાદી ગૃહમાં મોકલી આપી હતી. ગૃહ વિભાગે આ યાદીને લીલી ઝંડી આપતા પોલીસ એકશનમાં આવી છે.

મંગળવારે પોલીસે શહેરમાં આવેલ જયેશ પટેલની આઠ કરોડની બજાર કિંમત ધરાવતી 50 હજાર ચોરસ ફૂટ જગ્યા સીલ કરી છે. શહેરના લાલપુર રોડ પર આવેલ જયેશ પટેલના 35 પ્લોટને સીલ કરી સરકારે પોતાની હસ્તક લઇ વધુ એક દાખલો બેસાડ્યો છે.

 

આ પણ વાંચો: ખેડૂતો માટે રાહત: હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતા નહીં, આગામી 24 કલાકમાં આકરી ઠંડીની આગાહી

આ પણ વાંચો: માસ્કના નિયમોનો ભંગ કરતા નેતાઓને ચેતવણી! હર્ષ સંઘવીએ આપ્યું આ નિવેદન, નિયમોને લઈને કહી આ વાત

Published On - 8:22 am, Thu, 30 December 21

Next Video