Patan : ચાઇનીઝ દોરીના નામે તોડ કરતા બે પત્રકારોને પોલીસે ઝડપી પાડ્યા, બે વેપારીની પણ ધરપકડ કરવામાં આવી

|

Jan 07, 2023 | 2:48 PM

પાટણ (Patan) પોલીસે ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે ડ્રાઈવ શરૂ કરી છે. પોલીસે ચાઈનીઝ દોરીના નામે તોડ કરનારા બે પત્રકારોને ઝડપી પાડ્યા છે. તો ચાઈનીઝ દોરી વેચનાર વેપારીને પણ ધરપકડ કરવામાં આવી છે.

એક તરફ ચાઇનીઝ દોરીના કારણે મોત, અકસ્માત સહિતના અનેક કિસ્સા રાજ્યભરમાંથી સામે આવી રહ્યા છે. તો બીજી તરફ પોલીસની સક્રિયતાને કારણે મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરી ઝડપાઇ રહી છે. બે દિવસ પહેલા પાટણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સો પર તવાઇ બોલાવવામાં આવી હતી. જેના પાંચ કેસ પણ નોંધાયા હતા. ત્યારે હવે ચાઇનીઝ દોરીના નામે તોડ કરતા પત્રકારોની સામે પણ પાટણમાં તવાઇ બોલાવવામાં આવી છે. પાટણમાં તોડ કરતા બે પત્રકારોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાટણ પોલીસે ચાઈનીઝ દોરીને વેપારીઓ સામે ડ્રાઈવ કરી છે. પોલીસે ચાઈનીઝ દોરીના નામે તોડ કરનારા બે પત્રકારોને ઝડપી પાડ્યા છે. તો ચાઈનીઝ દોરી વેચનાર વેપારીને પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ડ્રાઈવ દરમિયાન મન્સૂરી તોફીક અને સૈયદ મુર્તુઝઅલી નામના બે પત્રકારો તોડ કરતા હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. મહત્વનું છે કે LCBએ બે દિવસ પહેલા પાટણમાં ચાઇનીઝ દોરીના 5 કેસ નોંધી સપાટો બોલાવી દીધો હતો. પોલીસે 5થી વધુ શખ્સોની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે 5થી વધુ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ ભાવનગરના ગારિયાધારમાં ચાઈનીઝ દોરી સાથે ચાર શખ્સો ઝડપાયા છે. ભાવનગર LCBએ નવાગામ રોડ પરથી બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચતા ચાર શખ્સોની અટકાયત કરી છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર સ્ટોક કરવા પર પ્રતિબંધ હોવા છતાં ચારેય શખ્સો જાહેરમાં દોરીનું વેચાણ કરતા હતા. પોલીસે ચાઈનીઝ દોરીની 171 ફિરકીઓ સહિત 30 હજારના મુદ્દામાલ સાથે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Video