અમદાવાદ વીડિયો : અંજલી ચાર રસ્તા પાસે AMCનો દિશા સુચક બોર્ડનો થાંભલો ધરાશાયી, રીક્ષાને થયુ ભારે નુકસાન

અમદાવાદ વીડિયો : અંજલી ચાર રસ્તા પાસે AMCનો દિશા સુચક બોર્ડનો થાંભલો ધરાશાયી, રીક્ષાને થયુ ભારે નુકસાન

| Edited By: | Updated on: Nov 24, 2023 | 11:16 AM

અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે દિશા સુચક બોર્ડનો થાંભલો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. AMCનો દિશા સુચક બોર્ડનો થાંભલો અચાનક પાર્ક કરેલ રિક્ષા પર ઢળી પડ્યો હતો.જેના કારણે રિક્ષાને ભારે નુકસાન થયું હતું.જો કે સદનસીબે રીક્ષા ચાલક અંદર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. તેમજ તમે ઘણીવાર જોયુ હશે કે રોડ -રસ્તા પર ખાડા પડવાના કારણે કેટલીક દુર્ઘટના થતી હોય છે. ત્યારે અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે દિશા સુચક બોર્ડનો થાંભલો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

AMCનો દિશા સુચક બોર્ડનો થાંભલો અચાનક પાર્ક કરેલ રિક્ષા પર ઢળી પડ્યો હતો.જેના કારણે રિક્ષાને ભારે નુકસાન થયું હતું.જો કે સદનસીબે રીક્ષા ચાલક અંદર ન હોવાથી જાનહાનિ ટળી હતી.ત્યારે સવાલ એ છે કે જો કોઈ જાનહાનિ સર્જાઈ હોત તો જવાબદાર કોણ ?

તો બીજી તરફ વલસાડના ધરમપુરના રાજપુરી જંગલ પાસે અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. જેમાં બે લોકોના મોત થયા છે. છકડો રીક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો છે. પર્વતીય વિસ્તારમાં 10 ફૂટ નીચે રીક્ષા ખાબકી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો