Gujarat Election 2022 : સુરતમાં પીએમ મોદીનો મેગા રોડ શો, તમામ રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યુ

|

Nov 27, 2022 | 7:54 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી આજથી બે દિવસથી ગુજરાત પ્રવાસે છે. જેમાં સુરતમાં પીએમ મોદીએ મોડી સાંજે મેગા રોડ શો કર્યો હતો. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શોમાં તમામ રૂટ પર માનવ મહેરામણ ઉમટી પડ્યુ છે. પીએમ મોદી તમામનુ અભિવાદન જીલી આગળ વધી રહ્યા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી આજથી બે દિવસથી ગુજરાત પ્રવાસે છે. જેમાં સુરતમાં પીએમ મોદીએ મોડી સાંજે મેગા રોડ શો કર્યો હતો. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શોમાં તમામ રૂટ પર માનવ મહેરામણ ઉમટી પડ્યુ છે. પીએમ મોદી તમામનુ અભિવાદન જીલી આગળ વધી રહ્યા છે. રોડ શો રૂટ પર જમા થયેલા દરેક લોકોના ચહેરા પર અનેરી ચમક અને પીએમને નિહાળવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરતના વરાછામાં જંગી જનસભાને સંબોધન કરશે પાટીદાર મતદારોના ગઢ સમાન વિસ્તાર વરાછામાં વડાપ્રધાન મોદી સભા ગજવશે. આ સભામાં કતારગામ, વરાછા, કામરેજ, ઓલપાડ, કરંજ અને સુરત પૂર્વ સહિતની બેઠકના ઉમેદવારો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. તો સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર હોવા છતાં ભાજપના તમામ ઉમેદવારો વિજયી બન્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઈ પોલીસના વરિષ્ઠ અધિકારી, 1600થી વધારે પોલીસ જવાનો અને ટ્રાફિકની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો PM મોદીનો કાફલો પસાર થવાનો છે તે રૂટ વાહનોની અવર-જવર માટે બંધ કરાયો છે. અહીં રહેતા લોકોને અડચણ ન પડે તે માટે આસપાસના અન્ય વિસ્તારમાં ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

Published On - 7:53 pm, Sun, 27 November 22

Next Video