Gujarat Election 2022 : ભરૂયમાં અનાથ બાળકોની મદદે આવ્યા પીએમ મોદી, બંને બાળકોના ભવિષ્યની લીધી જવાબદારી

પીએમ મોદીએ ચૂંટણીના માહોલ વચ્ચે  ભરૂચના નેત્રંગમાં બે અનાથ અને ગરીબ બાળકોની ખાસ મદદ કરી હતી. આ બંને બાળકના માતા-પિતા 6 વર્ષ પૂર્વે મૃત્યું પામ્યા હતા અને બંને મજૂરી કરી એકબીજાનું ગુજરાન ચલાવતા હતા. એવામાં PM મોદીએ બંને બાળકોની પરિસ્થિતિનો વાયરલ વીડિયો જોયો હતો અને બંને બાળકોને મદદ કરવાના અર્થે નેત્રંગની સભા પૂર્વે બોલાવી તેમના ભવિષ્યની તમામ વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 7:03 PM

પીએમ મોદીએ ચૂંટણીના માહોલ વચ્ચે  ભરૂચના નેત્રંગમાં બે અનાથ અને ગરીબ બાળકોની ખાસ મદદ કરી હતી. આ બંને બાળકના માતા-પિતા 6 વર્ષ પૂર્વે મૃત્યું પામ્યા હતા અને બંને મજૂરી કરી એકબીજાનું ગુજરાન ચલાવતા હતા. એવામાં PM મોદીએ બંને બાળકોની પરિસ્થિતિનો વાયરલ વીડિયો જોયો હતો અને બંને બાળકોને મદદ કરવાના અર્થે નેત્રંગની સભા પૂર્વે બોલાવી તેમના ભવિષ્યની તમામ વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી. તો આ તરફ PM મોદીએ નેત્રંગની સભા સંબોધતા બંને અનાથ અને ગરીબ બાળકોનો ઉલ્લેખ કર્યો હતો. અને બંને બાળકોની સાથે થયેલી મુલાકાત અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ બંને બાળકોના સપના વિશે વાત કરતા કહ્યું કે, “એક બાળકને મોટા થઈને કલેક્ટર તો અન્યને ઈજનેર બનવું છે. અને બાળકોના સપના સાકાર કરવા અમે હંમેશા મદદરૂપ બનીશું.નેત્રંગ ખાતે  પ્રધાનમંત્રી  મોદીએ અવિ અને જય સાથે મુલાકાત કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભરૂચના નેત્રંગમાં જંગી જાહેરસભાને સંબોધી ભાજપે જાહેર કરેલા સંકલ્પ મુજબ ગુજરાતના સર્વાંગી વિકાસનો નિર્ધાર વ્યક્ત કર્યો.સાથે જ આદિવાસીઓના વિકાસ મુદ્દે ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે દેશમાં પ્રથમવાર  આદિવાસી મહિલાને વડાપ્રધાન બનાવ્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે ભાજપના સંકલ્પ પત્રમાં બાળકોથી લઇને વડીલો એમ તમામની ચિંતા કરવામાં આવી છે.આ સંકલ્પ પત્રનો વ્યાપ જોઇને ખ્યાલ આવે છે કે ગુજરાત વિકસિત થવાની દિશામાં સાચા અને સારા પગલાં લઈને આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી આદિવાસીઓનું અપમાન અને વિરોધ કર્યો પરંતુ ભાજપના શાસનમાં આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થયો. આજે સરકાર જંગલોની 90 જેટલી પ્રોડક્ટ ખરીદે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">