AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi Bridge Tragedy : પીએમ મોદીએ મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું,  ઇજાગસ્તોને મળી સાંત્વના આપી

Morbi Bridge Tragedy : પીએમ મોદીએ મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું, ઇજાગસ્તોને મળી સાંત્વના આપી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2022 | 8:32 PM
Share

વડાપ્રધાન મોદીએ  મોરબીમાં બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ તેમણે બ્રિજ તૂટવા અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ ઉપરાંત પીએમ મોદી પીડિત પરિવારની મુલાકાત લઇને તેમના દુ:ખમાં સહભાગી બન્યા હતા. આ સાથે PM મોદી પુલ તૂટવાની ઘટના અંગેની તમામ માહિતી મેળવી તંત્રને જરૂરી સૂચન કર્યા હતા

PM મોદીએ મોરબીમાં ઝુલતા પુલના દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમજ ઝુલતા પુલ તૂટવા અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ ઉપરાંત પીએમ મોદી પીડિત પરિવારની મુલાકાત લઇને તેમના દુ:ખમાં સહભાગી બન્યા હતા. આ સાથે PM મોદી પુલ તૂટવાની ઘટના અંગેની તમામ માહિતી મેળવી તંત્રને જરૂરી સૂચન કર્યા હતા. મહત્વનું છે કે મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઈ પીએમ મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય રિવ્યુ બેઠક યોજાઈ હતી. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પીએમ મોદીને સમગ્ર બ્રિજ દુર્ઘટનાના ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી. તો બીજી તરફ પીએમ મોદી મોરબીમાં બચાવ ટીમને મળીને તેમની સરાહના પણ કરી હતી

પીએમ મોદી મોરબીમાં બચાવ ટીમને મળ્યા હતા. તેમજ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત દર્દીઓને મળીને સાંત્વના પાઠવી હતી. જ્યારે તેની બાદ સમગ્ર ઘટનાની રિવ્યુ બેઠક પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝુલતો પૂલ દુર્ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને આ સમગ્ર મામલે ઝડપી અને નિષ્પક્ષ તપાસના કડક આદેશ આપ્યા છે. આ સમગ્ર દુર્ઘટનામાં બેદરકારી મામલે જવાબદારો સામે અને દોષીતો સામે કડક કાર્યવાહી કરવાના પીએમએ આદેશ આપ્યો છે.  ઉપરાંત અધિકારીઓ અને કમિટીની તપાસમાં કોઈપણ પ્રકારની દખલગીરી ન કરવા તંત્રને પણ કડક સૂચના આપી છે. આ સાથે વડાપ્રધાન મોદીએ રેસક્યુ કામગીરીની સરાહના કરી છે અને હજુ આવતીકાલે (02.11.22)એ પણ રેસક્યુ કામગીરી ચાલુ રાખવા સૂચના આપી છે.

Published on: Nov 01, 2022 05:01 PM
g clip-path="url(#clip0_868_265)">