ANAND : નેશનલ કોનક્લેવ ફોર નેચર ફાર્મિંગ સમિટમાં PM MODIનું સંબોધન, ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહેશે

|

Dec 16, 2021 | 8:09 AM

National Conclave for Nature Farming : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ સમિટને સંબોધિત કરશે, જેનું ભાજપ સમગ્ર દેશમાં 9,500 મંડળોમાં જીવંત પ્રસારણ કરશે.

ANAND : આણંદમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પ્રી વાઇબ્રન્ટ સમીટમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે આ નેશનલ સમિટમાં PM મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાશે. જેને લઈ સ્થાનિક તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી.અમિત શાહ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પ્રી વાઇબ્રન્ટ સમીટ તેમજ નેશનલ કોનક્લેવ ફોર નેચર ફાર્મિંગ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.આ કાર્યક્રમ અમુલના સરદાર પટેલ ઓડિટોરીયમમાં યોજાશે. ગૃહપ્રધાનના આગમનને લઈ આણંદ હેલિપેડ ખાતે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડએ ચેકિંગ કરી આગમનની તૈયારી કરી છે..અને અમુલથી હેલિપેડ સુધીનું પોલીસે સુરક્ષાની સઘન તપાસ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ સમિટને સંબોધિત કરશે, જેનું ભાજપ સમગ્ર દેશમાં 9,500 મંડળોમાં જીવંત પ્રસારણ કરશે. ભાજપે કહ્યું કે ભાષણ સાંભળવા માટે પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ખેડૂતોની સાથે હાજર રહેશે. વડાપ્રધાન મોદી 16 ડિસેમ્બરે ગુજરાતના આણંદમાં કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા પર રાષ્ટ્રીય સમિટના સમાપન સત્ર દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા ખેડૂતોને સંબોધિત કરશે.

એક નિવેદનમાં, ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહાસચિવ અરુણ સિંહ અને પક્ષની ખેડૂત પાંખના પ્રમુખ રાજકુમાર ચાહરે કહ્યું કે ખેડૂતોને વડાપ્રધાનનું ભાષણ સાંભળવા માટે આ તમામ સ્થળોએ આમંત્રિત કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્યોમાં ભાજપ અને તેની સરકારો કૃષિ ક્ષેત્રની પ્રગતિ અને ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો : VGGS2022 : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે કલકત્તામાં રોડ શો, બંગાળના રોકાણકારોને રોકાણ માટે આમંત્રણ અપાયું

આ પણ વાંચો : DELHI : રિપબ્લિક ડે પરેડ કેમ્પમાં ગુજરાતના 57 NCC કેડેટ્સ ભાગ લેશે

Next Video