PM મોદી મહેસાણાની લેશે મુલાકાત, વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે

|

Feb 05, 2024 | 3:34 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22 ફેબ્રુઆરીએ મહેસાણા આવશે. મહેસાણાના તરભમાં આવેલા વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે અને જેને લઇ વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે. 22 ફેબ્રુઆરીએ 5 લાખ ભક્તો મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટે એવી શક્યતા છે.

મહેસાણાના તરભમાં આવેલા વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનારી છે. વાળીનાથ મંદિરે આગામી 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનાર છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: લક્ષદ્વીપ પ્રશાસક પુત્ર સિદ્ધાર્થ પટેલને શૈક્ષણિક ક્ષેત્રે મળી ‘વિશેષ’ જવાબદારી

આ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથ તેમજ શંકારાચાર્યજી તથા દેશભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાત દિવસ ચાલનારા આ મહોત્સવમાં પ્રતિદિન ત્રણેક લાખ ભક્તો ઉપસ્થિત રહેશે, જ્યારે 22 ફેબ્રુઆરીએ પાંચ લાખ ભક્તો ઉમટવા સંભાવનાઓ છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:33 pm, Mon, 5 February 24

Next Article