PM Modi નું ગુજરાતમાં આગમન, વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો

|

Apr 18, 2022 | 8:18 PM

PM MODI એ ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી. ત્યારબાદ PMએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઈ-સંવાદ કર્યો હતો.

આજથી ત્રણ દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. પીએમ મોદી વિકાસ યાત્રા પર ગુજરાત આવી પહોંચ્યાં હતા.અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન, રાજ્યપાલ અને ભાજપના કાર્યકરો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યાં હતા. જ્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. નાની બાળકીઓ દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તો સામે પીએમ મોદીએ પણ બાળકીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં દિપપ્રાગટ્ય કર્યું અને સમીક્ષા કરી. તો કેન્દ્રમાં તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું.

PM MODI એ ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી. ત્યારબાદ PMએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઈ-સંવાદ કર્યો હતો. PM દ્વારા ટેકનોલોજીથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો તે અંગે સવાલ કર્યો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો :પશુ નિયંત્રણ બિલ સામે માલધારી સમાજનો રાજ્ય વ્યાપી વિરોધ કાર્યક્રમ, બિલ રદ કરવા માગ

આ પણ વાંચો :Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 55305 રૂપિયા સુધી ઉછળ્યો, જાણો શું છે તમારા શહેરની સ્થિતિ

Next Video