આદિવાસીઓ પર આરપાર ! ચૂંટણીના રણમેદાનમાં PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે છેડાયુ વાકયુદ્ધ જુઓ VIDEO

|

Nov 22, 2022 | 9:22 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે ખુબ કામગીરી થઇ. જેની સામે રાહુલ ગાંધી કહ્યું કે, ભાજપની નજર આદિવાસીઓના જંગલ અને જમીન પર છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : વિધાનસભાના ચૂંટણી સંગ્રામમાં બરાબરની લડાઇ જામી છે. ચૂંટણીના રણમેદાનમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચારમાં ઉતર્યા છે. દક્ષિણ ગુજરાતના રણમેદાનમાં આદિવાસીઓની સમસ્યાઓને લઇને રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે ખુબ કામગીરી થઇ. જેની સામે રાહુલ ગાંધી કહ્યું કે, ભાજપની નજર આદિવાસીઓના જંગલ અને જમીન પર છે.

2022ની બાજી, આદિવાસી થશે રાજી ?

તો બીજી તરફ પીએમ મોદીએ કહ્યું કે, ભાજપે આદિવાસીઓના ગૌરવને વધારવાનું કામ કર્યું છે..જેની સામે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આદિવાસીઓ પાસે માત્ર કોંગ્રેસ જ વિકલ્પ છે..ભાજપે તેમનું શોષણ જ કર્યું છે. આ ઉપરાંત રાજકોટની સભામાં રાહુલ ગાંધીએ મોરબી દુર્ઘટનાને લઈ સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો. તેમણે સવાલ કર્યો કે, 150 લોકો મર્યા તેના પર રાજનીતિ ન થવી જોઈએ પરંતુ પુલ બનાવનારા આજદિન સુધી પકડાયા નથી.

Next Video