Gujarati Video : વલસાડના પારડીમાં તરૂણીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ

| Edited By: | Updated on: May 12, 2023 | 12:10 PM

વલસાડના પારડીના એક ગામમાં તરૂણી સાથે દુષ્કર્મની ઘટના બની છે. નરાધમે તરૂણીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હોવાની ઘટના બની છે. યુવકે આઠ માસમાં તરુણીને ફોસલાવી ત્રણ વાર ભગાડી ગયો હતો.

વલસાડના ( Valsad ) પારડીના એક ગામમાં તરૂણી સાથે દુષ્કર્મની ઘટના બની છે. નરાધમે તરૂણીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હોવાની ઘટના બની છે. યુવકે આઠ માસમાં તરુણીને ફોસલાવી ત્રણ વાર ભગાડી ગયો હતો. અને તરુણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી તરુણીને તરછોડી દેનાર યુવક સામે ફરિયાદ કરાઇ છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Valsad : પારડી GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં લાગી ભીષણ આગ, ભારે જહેમત બાદ 7 ફાયર બ્રિગેડની ટીમે કાબૂ મેળવ્યો, જુઓ Video

યુવકે લગ્નની લાલચ આપીને આચર્યું હતુ દુષ્કર્મ

આ અગાઉ અમદાવાદના વાડજમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર દગાબાજ પ્રેમી વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી હતી. યુવકે પ્રેમ સંબંધ બનાવીને વેલેન્ટાઈનના દિવસે સગાઈ કરી અને દુષ્કર્મ આચરીને સંબંધ તોડી દેતા યુવતીની ફરિયાદને લઈને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…