રાજકોટમાં લિફ્ટમાં યોગ શિક્ષિકા સાથે બિભત્સ ચેનચાળા કરનાર વિકૃત શખ્સ ઝડપાયો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mina Pandya

Updated on: Dec 04, 2022 | 11:42 PM

Rajkot: લિફ્ટમાં યોગ શિક્ષિકા સાથે લિફ્ટમાં વિકૃતિ આચરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ વિકૃત શખ્સ અત્યાર સુધીમાં 80 જેટલી મહિલાઓ સાથે બિભત્સ ચેનચાળા કરી ચુક્યો છે.

રાજકોટમાં યોગ શિક્ષક સાથે લિફ્ટમાં વિકૃત હરકત કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો છે. આરોપી કૌશલ પીપળીયા નામનો શખ્સ અવારનવાર મહિલાઓ સાથે અશ્લિલ ચેનચાળા કરતો હતો. મોર્નિંગ વોકમાં જતી મહિલાઓ અને કોલેજ જતી યુવતિઓ સાથે બિભત્સ હરકતો કરતો હતો. જો કે બદનામીના ડરને કારણે મહિલાઓ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતી ન હતી. અત્યાર સુધીમાં આ વિકૃત હરકતો કરતો શખ્સ 80થી વધુ મહિલાઓ સાથે બિભત્સ ચેનચાળા કરી ચુક્યો છે. આ વિકૃત માનસિક્તા ધરાવતા આરોપીની માલવિયાનગર પોલીસ ધરપકડ કરી છે. સીસીટીવીની મદદથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ વિકૃત આરોપી કુસ્તીમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડાલિસ્ટ છે અને ઘરફોડ ચોરી સહિતના ગુનામાં સંકળાયેલા છે.

રાજકોટના વિંછીયામાં એકતરફી પ્રેમમાં પાગલ સનકી પ્રેમીએ કરી પ્રેમિકાના પુત્રની હત્યા

આ તરફ રાજકોટના વિંછીયાના અમરાપુર ગામમાં થયેલા બાળકના અપહરણ મુદ્દે મોટો ખૂલાસો થયો છે. એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાના પુત્રનું અપહરણ કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે સનકી પ્રેમીની ધરપકડ કરી હતી. બાળકની હત્યા બાદ બોટાદ ગામના સૈઈંડા ડેમમાં તેનો મૃતદેહ ફેંકી દીધો હોવાની પ્રેમીએ કબૂલાત કરી છે. ફાયરની ટીમે ડેમમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બોટાદમાં રહેતી પરિણીતા પોતાના નણંદની દીકરીના લગ્ન પ્રસંગે આવી હતી. ત્યારે પ્રેમિકાએ મળવાની ના પાડતા પ્રેમીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રેમી હરેશ ગાભડિયા અવારનવાર યુવતિને હેરાન કરતો હતો.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati