Ahmedabad : અનરાધાર વરસાદે હાટકેશ્વર વિસ્તારને ડુબાડ્યો, સોસાયટીના લોકો હોડીમાં અવરજવર કરવા મજબૂર, જુઓ Video

Ahmedabad : અનરાધાર વરસાદે હાટકેશ્વર વિસ્તારને ડુબાડ્યો, સોસાયટીના લોકો હોડીમાં અવરજવર કરવા મજબૂર, જુઓ Video

| Edited By: | Updated on: Jul 11, 2022 | 12:13 PM

અમદાવાદમાં (Ahmedabad) હાટકેશ્વર સર્કલ પર ખૂબ જ પાણી ભરાયા છે. આઈ.શ્રી ખોડિયાર મંદિર સકુંલ પાણીમાં ગરકાવ થઇ ગયુ છે. મંદિરની અંદર ખોડિયાર માતાજીની પ્રતિમા સુધી પાણી પહોંચ્યા છે.

અમદાવાદમાં (Ahmedabad) વરસેલા અનરાધાર વરસાદે (Rain) સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. અમદાવાદ શહેરનો એકપણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાઇ હોય. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ શહેરના ચારેય ઝોનમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ મુશ્કેલી ક્યારે વિરામ લેશે તે સવાલ શહેરીજનોને સતાવી રહ્યો છે. માત્ર 8થી 10 ઇંચ વરસાદે અમદાવાદ શહેરને ધમરોળી કાઢ્યું છે અને શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી (Water) જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં મણિનગરમાં હાટકેશ્વર સર્કલ પાસે વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદ બાદ અમદાવાદનો મણિનગર વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો છે. પાણી ભરાવાને કારણે લોકોને હોડીમાં અવર જવર કરવાની ફરજ પડી છે. લોકો બાઇક અને કાર ચલાવવાના સ્થાને લોકો રસ્તા પર હોડી ચલાવવા મજબૂર બન્યા છે.

હાટકેશ્વર સર્કલ પર ખૂબ જ પાણી ભરાયા છે. આઈ.શ્રી ખોડિયાર મંદિર સકુંલ પાણીમાં ગરકાવ થઇ ગયુ છે. મંદિરની અંદર ખોડિયાર માતાજીની પ્રતિમા સુધી પાણી પહોંચ્યા છે. જેના પગલે મંદિર દર્શનાથીઓ માટે બંધ કરાયુ છે. હાટકેશ્વરની અનેક ચાલીઓ અને નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. નાગરિકોને ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર થવુ પડ્યુ છે.