એજન્ટ દ્વારા વિદેશ જતાં લોકો સાવધાન, 60 લાખમાં કેનેડા થી US જવું પરિવારને પડ્યું ભારે, જાણો ગુજરાતી પરિવાર સાથે બનેલી ઘટના

|

May 04, 2023 | 1:00 PM

કેનેડા જઈને અમેરિકા પહોંચાડવાની વ્યવસ્થાના વાયદા આપતા એજન્ટોથી સાવધાન રહેવા જેવી ઘટના સામે આવી છે. 60 લાખ ચૂકવી કેનેડાથી અમેરિકા જતાં મોત નિપજયું જેને લઈ ગુજરાતનાં એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે.

કેનેડાથી ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસણખોરી દરમિયાન મહેસાણાના ચાર લોકોનાં મોત મુદ્દે આખરે ફરિયાદ નોંધાઈ છે. વડાસણના નિકુલજી વિહોલ, સચિન વિહોલ અને દઢીયાળના અર્જુનસિંહ ચાવડા આ તમામ એજન્ટો વિરૂદ્ધ ફરિયાદ નોંધાાઈ છે. ત્રણેય એજન્ટોએ ફરિયાદી અશ્વિન ચૌધરી પાસેથી રૂપિયા 60 લાખ લીધા હતા. પરિવારના 4 વ્યક્તિ અને વ્યક્તિ દીઠ રૂપિયા 15 લાખ નક્કી કરાયા હતા. જેને લઈ 60 લાખમાં બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકામાં ઘૂસાડવાનો વિશ્વાસ અપાવ્યો હતો. પ્લાન ટેક્સીમાં બેસાડીને અમેરિકામાં ઘૂસાડવાનો હતો. પરંતુ પાણીના રસ્તેથી જવું ભારે પડ્યું.

લાખ મનાઈ કરવા છ્તા એજન્ટ નહીં માન્યો

છેલ્લા 5 વર્ષથી કેનેડામાં રહેતા સચિન વિહોલે ટેક્સી મારફતે અમેરિકામાં ઘૂસાડવાનું સેટિંગ કર્યું હતું. જોકે સોદો થયો તે સમયે સચિન વિહોલ પોતે વડાસણમાં હતો. અને સોદો થયા બાદ સચિને કેનેડા જઈને અમેરિકા પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ ફરિયાદીનો આરોપ છે કે ત્યાં પહોંચ્યા બાદ પરિવારને ટેક્સીની જગ્યાએ હોડીમાં બેસાડ્યો હતો. એજન્ટોએ પરિવારને ખરાબ વાતાવરણમાં બળજબરી હોડીમાં બેસાડીને બોર્ડર ક્રોસ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.. તે દરમિયાન હોડી ઊંધી પડી જતાં ફરિયાદીના ભાઈ સહિત પરિવારના 4 સભ્યો મોતને ભેટ્યા હતા.

3 જાન્યુઆરીએ પરિવાર કેનેડાના ટોરન્ટો પહોંચ્યો હતો

મૃતકોની વાત કરીએ તો, માણેકપુરાના 50 વર્ષીય પ્રવીણ ચૌધરી, 45 વર્ષીય દક્ષા ચૌધરી, 23 વર્ષી વિધી ચૌધરી અને 20 વર્ષીય મિત ચૌધરીનો સમાવેશ થાય છે. આ ચૌધરી પરિવાર ગત 3 જાન્યુઆરીએ કેનેડાના ટોરન્ટો પહોંચ્યો હતો. અને એરપોર્ટ પાસેની હોટલમાં રોકાઈને એજન્ટને કોલ કર્યો હતો. એજન્ટ નિકુલે મૃતક પરિવારની વિનીપેંગ યુલ મોન્ટરિયલ જવાની ટિકિટ બૂક કરાવી હતી.

આ પણ વાંચો : કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર ઘૂસણખોરી મુદ્દે આખરે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ, 4 લોકોના થયા હતા મોત

23 માર્ચ 2023ના રોજ પરિવારે નિકુલ અને અર્જુનસિંહને નક્કી થયા મુજબ 60 લાખ આપ્યા હતા. આ બાદ 23 માર્ચે પરિવાર વિનીપેંગ યુલ મોન્ટરિયલ પહોચ્યો હતો. જ્યાં લાઈન ક્લિયર ન થતા સચિને મૃતક પરિવારને એક સપ્તાહ ફેરવ્યો હતો. અને 30 માર્ચે 2023ના રોજ ટેક્સીની જગ્યાએ હોડીમાં બેસીને બોર્ડર ક્રોસ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન હોડી વારંવાર બંધ પડી જતી હોવાથી વિધીએ સચિનને કોલ પણ કર્યો હતો. જેની 30 મિનિટ બાદ સંપર્ક તૂટી ગયો હતો. તેમ છતાં નિકુલ ફરિયાદીને ફક્ત આશ્વાસન આપતો રહ્યો. તેણે ફરિયાદીને જણાવી દીધુ હતુ કે પરિવાર અમેરિકા પહોંચી ગયો છે અને ત્યાં તેમને પોલીસે પકડી લીધા છે. બાદમાં નિકુલ, અર્જુન અને સચિને ફરિયાદી સાથે સંપર્ક તોડી દીધો હતો. જેને લઈ આ સમગ્ર બાબતે આખરે મહેસાણામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:56 pm, Thu, 4 May 23

Next Video