Panchmahal: પાવાગઢ ડુંગરના તારાપુર દરવાજા પાસેની શીલા ધરાશાયી, તારાપુર દરવાજા પાસે શીલા ધરાશાયી થતાં એક તરફનો માર્ગ બંધ

|

Jul 23, 2022 | 3:26 PM

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ભારે વરસાદ વરસ્યા બાદ નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આવેલા તારાપુર દરવાજા પાસેની શીલા ધરાશાયી થઇ છે.

આ વર્ષના ચોમાસામાં (Monsoon 2022) વરસાદે ધુંઆધાર બેટિંગ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં જ સીઝનનો 61 ટકા વરસાદ (Rain) ખાબકી ચુક્યો છે. જો કે મેઘરાજાની તોફાની બેટિંગના પગલે રાજ્યમાં અનેક સ્થળે તારાજી પણ સર્જાઇ છે. હજુ પણ ઘણા સ્થળો આ નુકસાનમાંથી બહાર આવ્યા નથી. તો વરસાદના પાણી ઓસર્યા બાદ હવે શહેરોમાં રોગચાળાનો ખતરો વધી ગયો છે. ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. ત્યાં પંચમહાલ (Panchmahal) જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ડુંગરના તારાપુર દરવાજા પાસેની શીલા ધરાશાયી થઇ છે.

પંચમહાલ (Panchmahal) ભારે વરસાદ વરસ્યા બાદ નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આવેલા તારાપુર દરવાજા પાસેની શીલા ધરાશાયી થઇ છે. પાવાગઢમાં તારાપુર દરવાજા પાસે શીલા ધરાશાયી થતાં માર્ગ પરની રેલિંગને નુકસાન થયું છે. શીલા ધરાશાયી થતાં મંદિર તરફ જવાના એક તરફના રસ્તા પર પથ્થરો ધસી આવ્યાં છે. જેના કારણે મંદિર તરફ જવાનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

રસ્તો બંધ કરવાને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ રસ્તા પરથી તંત્રએ પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરી છે. હાલમાં યાત્રાધામ પાવાગઢમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટે છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. પથ્થરો પડવાને લઈને માત્ર માર્ગ પરની રેલિંગને જ નુકસાન થયુ છે. જો કે ફરી આવી કોઇ ઘટના ન બને અને કોઇ ઇજાગ્રસ્ત ન થાય તે માટે તંત્ર દ્વારા પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Next Video