PATAN : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ગંભીર બેદરકારી, PHDનું કોર્ષવર્કની પરીક્ષાનું પેપર હાથથી લખેલું આપતા ચર્ચા

|

Dec 25, 2021 | 8:14 AM

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં (Hemchandracharya North Gujarat University )શુક્રવારે પી.એચ.ડીના છાત્રોની કોર્ષવર્કની પરીક્ષા (EXAM)શરૂ થઈ હતી. જેમાં ગુજરાતી વિષયની પરીક્ષામાં 700 છાત્રો પરીક્ષા આપવા બેઠા હતા.

PATAN :  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University )ફરી વિવાદમાં આવી છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પીએચડીની (PhD) કોષવર્ક પરીક્ષામાં વિદ્યાર્થીઓને હાથેથી લખેલું પેપર આપવામાં આવ્યું. આ હાથેથી લખેલા પેપર પર સમય, તારીખ અને ગુણની કોઈ વિગતો જ છાપવામાં આવી નથી. ૭૦૦થી વઘુ ઉમેદવારોએ પીએચડી (PhD) કોષવર્કની પરીક્ષામાં બેઠા હતા. આ ગંભીર બેદરકારી દાખવનારા સામે કડક કાર્યવાહી કરવાની પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે (MLA Kirit Patel)માગણી કરી છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં (Hemchandracharya North Gujarat University )શુક્રવારે પી.એચ.ડીના છાત્રોની કોર્ષવર્કની પરીક્ષા (EXAM)શરૂ થઈ હતી. જેમાં ગુજરાતી વિષયની પરીક્ષામાં 700 છાત્રો પરીક્ષા આપવા બેઠા હતા. જેમને વર્ગખંડમાં થયેલા પ્રશ્નપત્રના બદલે હાથથી લખેલા પ્રશ્નપત્રની ઝેરોક્ષ (Xerox of the question paper)કરીને છાત્રોને આપવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાથથી લખેલી પેપર આપવામાં આવી હોવાની પોસ્ટ સોશ્યલ મીડિયામાં ફરતી થતા ચર્ચાસ્પદ બન્યું હતું.

આ બાબતે પરીક્ષાના કો-ઓર્ડીનેટર ડૉ.લલિત પટેલે જણાવ્યું હતું કે, આ માત્ર એક કોર્ષવર્ક પૂર્ણ થયું હોય તે ચકાસણી માટે ટેસ્ટ સમાન પરીક્ષા હોય છે. આના કોઈ ગુણ ગણવામાં આવતા હોતા નથી. પ્રશ્નપત્ર પ્રિન્ટ ન થતા વિદ્યાર્થીઓના સમયના બગડે તે માટે આ રીતે હાથથી લખેલું પેપર અપાયુ હતું.

આ પણ વાંચો : BHARUCH : વિદેશથી 1257 લોકો 41 દિવસમાં ભરૂચ પહોંચ્યા, તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

આ પણ વાંચો : Petrol Diesel Price Today :ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બીજા દિવસે ઉછાળો, શું મોંઘા થશે પેટ્રોલ – ડીઝલ? જાણો આજનો ભાવ

Next Video