પાટણમાં NSUIના કાર્યકર્તાઓએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો ઘેરાવ કર્યો

|

Dec 23, 2021 | 9:47 PM

NSUIના કાર્યકર્તાઓની માગ છે કે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે જો કે, કુલપતિએ ઓફલાઇન પરીક્ષાનો જ નિર્ણય યથાવત્ રાખતા NSUIના કાર્યર્તાઓએ વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

ગુજરાતના(Gujarat) પાટણમાં(Patan)  NSUIના કાર્યકર્તાઓએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (University) કુલપતિનો ઘેરાવ કર્યો હતો. જેમાં ઓનલાઈન પરીક્ષા મુદ્દે NSUIના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. NSUIના કાર્યકર્તાઓની માગ છે કે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે જો કે, કુલપતિએ ઓફલાઇન પરીક્ષાનો જ નિર્ણય યથાવત્ રાખતા NSUIના કાર્યર્તાઓએ વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

જેમાં NSUIના કાર્યકર્તાનો દાવો છે કે, 4 દિવસ પહેલા જ કુલપતિએ ઓનલાઇન પરીક્ષા માટેની ખાતરી આપી હતી. તેની બાદ અચાનક ઓફ લાઇન પરીક્ષા યથાવત રાખી હતી. જેના લીધે સ્ટુડન્ટ મૂંઝવણમાં મુકાયા છે, તેમજ હાલ રાજ્યના કોરોનાના કેસ વધી રહ્યા છે, તેવા સમયે જો ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે તે હિતાવહ છે. આ અંગે અમે કરેલી રજૂઆતને સાંભળવામાં આવી નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 કેસ નોંધાયા

આ પણ વાંચો : BHARUCH : ગ્રામ પંચાયતોનાં ચૂંટણી પરિણામ બાદ હારજીતના હિસાબ! ચૂંટણી અદાવતે મારમારીની 7 ઘટનામાં 32 ઘવાયા, 50 સામે ગુનો દાખલ થયો

Next Video