Patan : અનુસૂચિત જાતિના યુવાનના વરઘોડામાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, ચાર લોકો ઘાયલ થયા

|

May 12, 2022 | 7:15 PM

પાટણ(Patan) જિલ્લાના ભાટસણ ગામે અનુસૂચિત જાતિના વિજય રામજી પરમારના લગ્ન પ્રસંગે ગામમાં ડીજે સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો, કેટલાક અસામાજિક તત્વો દ્વારા વરઘોડો પર કરાયેલા પથ્થરમારામાં 4 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

ગુજરાતમાં પાટણ(Patan) જિલ્લાના ભાટસણ ગામે અનુસૂચિત જાતિના(Schedule Cast)  યુવાનના લગ્નપ્રસંગે નિકળેલા વરઘોડામાં પથ્થરમારો(Stone Pelting)  કરવામાં આવ્યો હતો, અનુસૂચિત જાતિના વિજય રામજી પરમારના લગ્ન પ્રસંગે ગામમાં ડીજે સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો, કેટલાક અસામાજિક તત્વો દ્વારા વરઘોડો પર કરાયેલા પથ્થરમારામાં 4 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ  ઘટના પગલે ગામમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા,, બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરીથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.  એક ચર્ચા મુજબ ગામમાં કોઈ પણ સમાજે વરઘોડો નહી કાઢવો એવો ઠરાવ થયેલો છે. આ ઠરાવ હોવા છતા પણ વરઘોડો કાઢવામાં આવતા પથ્થરમારાની ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલા વરઘોડામાં પણ કેટલાક લોકો જ્ઞાતિ આઘારીત નારા લગાવતા જોવા મળ્યા હતા

જો કે ગામમાં કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ પોલીસના બંદોબસ્ત વચ્ચે ફરી વરઘોડો નીકળ્યો હતો. જેમાં પોલીસની હાજરી વચ્ચે ફરી વરઘોડો નીકળ્યો હતો.

Patan : દિવાલ ઘરાશાયી થતાં એક મજૂરનું મોત, કોન્ટ્રાકટર દ્વારા ઘટના દબાવવાનો પ્રયાસ

પાટણમાં  હાંસાપુર નજીક નિર્માણાધીન કોમ્પલેક્સના પાર્કિંગમાં બપોરે આરામ કરતા ૩ મજૂરો દટાયા હતા. જેમાં દિવાલ ધરાશાઇની ઘટનામાં એક મજૂરનું અવસાન થયું છે. તેમજ આ નિર્મણાધીન બિલ્ડિંગમાં ઘટેલી ઘટનાને કોન્ટ્રાક્ટર દ્વારા  દબાવવાનો  પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મંગળવારે બપોરે દિવાલ દૂર્ઘટનામાં ૩ મહિલા મજૂર દટાયા હતા. તેમજ 1  મહિલા મજૂરનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ અન્ય 2 મહિલા મજૂરને  સારવાર માટે  દવાખાનામાં દાખલ કરાયા હતા. જો કે તેમ છતાં કોન્ટ્રાકટરે દિવાલ પડવા મામલે નગરપાલિકાના ફાયર વિભાગને કે અન્ય કોઇને પણ તેની   જાણ કરી ન હતી.

(With Input, Sunil Patel) 

 

 

Next Video