Patan: પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી પડી છે. અને ભગવાન શિવજીની અનોખી અનોખી આંગી સ્વરૂપે દર્શનનો લ્હાવો પણ શિવભકતો લઇ રહયા છે. ત્યારે પાટણમાં પણ સરસ્વતિ નદીકાંઠે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે હજારોની સંખ્યામાં પાટણવાસીઓ ભગવાન શિવજીની અનોખી આંગીના દર્શન માટે ઉમટ્યા હતા. આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવજીની અનોખી આંગી આજે દર્શન માટે બનાવવામાં આવી .
આનંદેશ્વર મહાદેવ મંદિર પરિવારના સભ્યોએ ૨ દિવસની મહેનત બાદ આજે હૂબહૂ ચંદ્રયાન-3 જેવી જ પ્રતિકૃતિ બનાવીને ભારતની વિજયગાથાના પણ દર્શન કરાવ્યા. શ્રાવણ માસના બીજા સોમવારની મહાઆરતી ભગવાન શિવજીની સાથે ચંદ્રયાન-3ની પણ આરતી કરવામાં આવી.
Input Credit- Sunil Patel- Patan
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો