Patan: મેડિકલ-પીજીના નિયમોમાં ફેરફાર સામે ઈન્ટર્ન તબીબોમાં ભારે રોષ

|

Sep 26, 2022 | 5:28 PM

Patan: મેડિકલ અને પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ઈન્ટર્ન તબીબો ભારે રોષમાં છે. તેમનો આરોપ છે કે રિઝર્વ કોટામાં વિદેશથી આવેલા કે આઉટ સ્ટેટના વિદ્યાર્થીઓને એડમિશન આપવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે.

રાજ્યમાં તાજેતરમાં મેડીકલ પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ઇન્ટર્ન ડોક્ટરો રોષે ભરાયા. પાટણ (Patan) માં GMERSના MBBS વિદ્યાર્થીઓએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. રાજ્ય સરકારે PG પ્રવેશ (Admission) પ્રક્રિયામાં નિયમો બદલતા વિદ્યાર્થીઓમાં આક્રોશ છે. ઉલ્લેખનીય છે કે, મેડીકલ પીજીના એડમિશનમાં ફેરફાર થતા વિદ્યાર્થીઓનો મોટુ નુકસાન થઈ શકે છે. અગાઉ કોઈ નોટિસ કે જાણ વગર સરકારે MBBSના વિદ્યાર્થીઓ માટે એડમિશનમાં ફેરફાર કર્યા હોવાનો ઇન્ટર્ન તબીબનો આરોપ છે.

પાટણના ઈન્ટર્ન તબીબોનો વિરોધ

આ વિરોધ અંગે ઈન્ટર્ન તબીબે જણાવ્યુ કે ગુજરાતમાં જેમણે એડમિશન લીધુ છે. જે બોન્ડ ભરે છે, એ જ લોકોને 50 ટકા એલિજિબિલિટી હોય છે કે એમના માટે રિઝર્વ કોટા હોય છે. પરંતુ નવા નિયમ પ્રમાણે વિદેશથી આવેલા કે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને આ રિઝર્વ કોટામાં એડમિશન મળી રહ્યુ છે. આથી ઈન્ટર્ન્સનો આરોપ છે કે આનાથી ગુજરાતીઓનો હક્ક અન્યને અપાઈ રહ્યો છે. સ્થાનિક વિદ્યાર્થીઓ આ નિયમને અન્યાયકારી ગણાવી રહ્યા છે.

તેમનુ કહેવુ છે કે અહીં બોન્ડ અમે ભરીએ તો 50 પર્સન્ટ એલિજિબિલિટી પણ એમની જ રહેવી જોઈએ. એ અન્ય વિદેશથી આવેલા કે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને ન મળવી જોઈએ. વિદ્યાર્થીઓની એવી પણ રજૂઆત છે કે તેનાથી તેમની કોમ્પિટિશન પણ વધે છે. તેમનુ કહેવુ છે કે અમે અહીં બોન્ડ ભરીએ છીએ, અહીં સેવા આપીએ છીએ અને અહીંથી જ MBBS કરી રહ્યા છે. તો તેમનો હક્ક છીનવાઈ રહ્યો હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે.

Next Video