બનાસકાંઠા થરાદમાં જીવના જોખમે ખાનગી વાહનમાં મુસાફરી, મોતને આમંત્રણ આપતા દ્રશ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 21, 2023 | 3:13 PM

બનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઇવે પર જોખમી મુસાફરી સામે સામે આવી છે. લોકો જીવના જોખમે ખાનગી વાહનમાં મુસાફરી કરી રહ્યાં છે. થરાદ રોડ પર ખીચોખીચ ભરેલી કાર ઉપર મુસાફર બેસાડાયો હોવાનું સામે આવ્યું છે.

બનાસકાંઠાના ધાનેરા-થરાદ હાઇવે પર જોખમી મુસાફરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકો જીવના જોખમે ખાનગી વાહનમાં મુસાફરી કરી રહ્યાં હોવાનું જણાઈ રહ્યું છે. થરાદ રોડ પર ખીચોખીચ ભરેલી કાર ઉપર મુસાફર બેસાડાયો હોવાનું પણ સામે આવ્યું હતું. જીવના જોખમે મુસાફરને કારની ઉપર બેસાડવામાં આવ્યો. જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તેને લઈને પ્રશ્નાર્થ છે.

આ પણ વાંચો : Breaking News: રાજકોટમાં બેફામ કાર ચાલકનો આતંક, સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને લીધી અડફેટે

મુસાફરને છત પર બેસાડવા સુધીનું તો ઠીક પરંતુ વધુમાં ડ્રાઈવર ચાલું કારે મોબાઈલ પર વાત કરતો જોવા મળ્યો હતો. શટલ ચાલકોની બેદરકારીથી અનેકવાર અકસ્માત થાય છે. જોકે આ વધુ એક વીડિયો અકસ્માતને નોતરુ આપતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રાહયુ છે. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા કામગીરી કરાઇ રહી છે. પરંતુ આવા કેટલા બેફામ કાર ચાલકો આ ટ્રાફિક નિયમોનો ભંગ કારવાનું ક્યારે બંધ કરશે તે હવે જોવું રહ્યું.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો