Rain Update: અમદાવાદને વરસાદે ધમરોળ્યુ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

|

Aug 15, 2022 | 4:13 PM

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ (Monsoon) થઈ સક્રિય છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરની અસરથી રાજ્યમાં ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી (Gujarat Rain) માહોલ જામ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department)  દ્વારા આજે અને આવતીકાલે ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી મુજબ ગુજરાતમાં વિવિધ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) પણ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે વાતાવરમમાં ઠંડક પ્રસરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઇ ગયા છે.

અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પાણી પાણી થઇ ગયા છે. પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા તો બીજી તરફ ઘાટલોડિયા, રાણીપ, વાડજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે દર વખતની જેમ વરસાદ બાદ વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા છે. એસ.જી.હાઇવે પર સર્વિસ રોડમાં પાણી ભરાઇ ગયા છે. બોપલ અને ઘૂમા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વેજલપુર, સેટેલાઇટ, શિવરંજની વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જોધપુર, બોડકદેવ, પાલડીમાં પણ વરસાદ ખાબક્યો છે. પૂર્વમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યુ હતુ.

બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ થઈ સક્રિય છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરની અસરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવાઇ રહી છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગના મતે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. અરબી સમુદ્રમાં દબાણ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા છે.

Next Video