Rajkot : પરસોત્તમ રુપાલાના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય અગ્રણીએ કોર્ટમાં બદનક્ષીની અરજી કરી, જૂઓ Video

|

Mar 29, 2024 | 9:52 AM

ગુજરાતભરમાં રજપૂત અને ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે બાંયો ચડાવી છે. તેમના નિવેદનના કારણે વિવાદ વધુને વધુ વકરતો જઇ રહ્યો છે. હવે કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે પરસોત્તમ રુપાલા સામે કોર્ટમાં બદનક્ષીની અરજી કરી છે.

રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરુસોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન સામે અરજી થઇ છે. કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં બદનક્ષીની અરજી કરી છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યાના આક્ષેપ સાથે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં અરજી પર સુનાવણી થશે.

આ પણ વાંચો- ભરૂચ વીડિયો : “આપ” અને “ઓવૈસી” એકબીજાના પૂરક છે : મનસુખ વસાવા

મહત્વનું છે કે 24મી માર્ચના રોજ રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પર નિવેદન આપ્યું હતુ કે મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા, જોકે દમન છતાં રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો કે નહોતો વ્યવહાર કર્યો. રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિુરુદ્ધ કરેલા નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે. જો કે વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો.

Next Video