PAPER LEAK : પોલીસે વધુ ચાર આરોપીની અટકાયત, મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્યોના નામ ખુલ્યા, કુલ 18 આરોપીની અત્યારસુધી ધરપકડ

|

Dec 22, 2021 | 5:19 PM

પોલીસે દાના ડાંગર, કેયુર પટેલ, કૃપાલી પટેલ, હિમાની દેસાઇ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધી કુલ 18 આરોપીઓ પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે.

PAPER LEAK :  સાબરકાંઠા હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે દાના ડાંગર, કેયુર પટેલ, કૃપાલી પટેલ, હિમાની દેસાઇ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધી કુલ 18 આરોપીઓ પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે. એટલું જ નહિં પોલીસે દીપલ પટેલ પાસેથી 14 લાખ 10 હજાર રૂપિયા જ્યારે જયેશ પટેલ પાસેથી 20 લાખ રૂપિયા મળી આવ્યા છે. અત્યાર સુધી પોલીસે મોબાઇલ, વાહનો અને રોકડ મળી કુલ 78 લાખ 46 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે પકડાયેલા વધુ ચાર આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોડીરાત્રે મુખ્ય સૂત્રધારની ધરપકડ બાદ ખુલ્યા અન્યોના નામ

પેપર લીક કૌભાંડના મામલાને લઈ મુખ્ય સુત્રધાર જયેશ ઉર્ફ મુકેશ પટેલની ધરપકડ થઈ ચૂકી છે અને હાલમાં રિમાન્ડ હેઠળ છે. જયેશની પૈસા કમાઈ લેવાનુ આ પહેલું પરાક્રમ નથી. પરંતુ આ પહેલા પણ કરોડો રુપિયાનુ કૌભાંડ કાકા સાથે મળીને આચરી ચુક્યો છે અને જેલમાં પણ રહી ચુક્યો છે.

પ્રાંતિજ પોલીસ મથકમા જયેશ અને તેના કાકા જશવંત પટેલ અને ભત્રીજા દેવલ પટેલ તેમજ વેવાઈ સહિત ૧૧ આરોપીઓ સામે પેપર લીક કૌભાંડ મામલાની તપાસ નોધાયેલી છે. પોલીસને હાથ તાળી આપવાનુ સ્વપ્ન સેવી ભૂગર્ભમાં ઉતરેલા જયેશ ઉર્ફે મુકેશ ઈશ્વરભાઈ પટેલને ઝડપી લેવાયો છે અને હાલમાં તે રિમાન્ડ હેઠળ છે. પરંતુ જયેશ માટે કૌભાંડ આચરીને પૈસા કમાવવા તે આ પહેલ વહેલો કિસ્સો નથી. લોકોને રાતા પાણીએ નવડાવવાનો ખેલ કરવાનો તે ગજબનો કલાકાર છે.

આ પણ વાંચો : PAPER LEAK : મુખ્ય સુત્રધાર જયેશ ઉર્ફે મુકેશ પટેલની ધરપકડ, જાણો આરોપીનો ગુનાહિત ઇતિહાસ

આ પણ વાંચો : રિયા ચક્રવર્તીએ શેર કરી તેની ગ્લેમરસ તસવીરો, ધીમે ધીમે સામાન્ય જીવનમાં પરત ફરી રહી છે એક્ટ્રેસ

Published On - 5:17 pm, Wed, 22 December 21

Next Video