PAPER LEAK : મુખ્ય સુત્રધાર જયેશ ઉર્ફે મુકેશ પટેલની ધરપકડ, જાણો આરોપીનો ગુનાહિત ઇતિહાસ

પોલીસને હાથ તાળી આપવાનુ સ્વપ્ન સેવી ભૂગર્ભમાં ઉતરેલા જયેશ ઉર્ફે મુકેશ ઈશ્વરભાઈ પટેલને ઝડપી લેવાયો છે અને હાલમાં તે રિમાન્ડ હેઠળ છે. પરંતુ જયેશ માટે કૌભાંડ આચરીને પૈસા કમાવવા તે આ પહેલ વહેલો કિસ્સો નથી.

PAPER LEAK : મુખ્ય સુત્રધાર જયેશ ઉર્ફે મુકેશ પટેલની ધરપકડ, જાણો આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પેપર લીક કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 22, 2021 | 3:22 PM

પેપર લીક કૌભાંડના મામલાને લઈ મુખ્ય સુત્રધાર જયેશ ઉર્ફ મુકેશ પટેલની ધરપકડ થઈ ચૂકી છે અને હાલમાં રિમાન્ડ હેઠળ છે. જયેશની પૈસા કમાઈ લેવાનુ આ પહેલું પરાક્રમ નથી. પરંતુ આ પહેલા પણ કરોડો રુપિયાનુ કૌભાંડ કાકા સાથે મળીને આચરી ચુક્યો છે અને જેલમાં પણ રહી ચુક્યો છે.

પ્રાંતિજ પોલીસ મથકમા જયેશ અને તેના કાકા જશવંત પટેલ અને ભત્રીજા દેવલ પટેલ તેમજ વેવાઈ સહિત ૧૧ આરોપીઓ સામે પેપર લીક કૌભાંડ મામલાની તપાસ નોધાયેલી છે. પોલીસને હાથ તાળી આપવાનુ સ્વપ્ન સેવી ભૂગર્ભમાં ઉતરેલા જયેશ ઉર્ફે મુકેશ ઈશ્વરભાઈ પટેલને ઝડપી લેવાયો છે અને હાલમાં તે રિમાન્ડ હેઠળ છે. પરંતુ જયેશ માટે કૌભાંડ આચરીને પૈસા કમાવવા તે આ પહેલ વહેલો કિસ્સો નથી. લોકોને રાતા પાણીએ નવડાવવાનો ખેલ કરવાનો તે ગજબનો કલાકાર છે.

આર્થિક ગુનાઓ આચરીને પૈસા ખંખેરી લેવાનો તે ભેજાબાજ છે. તેણે દર મહિને ઈનામી ડ્રો કરવાની યોજના અમલમાં મુકીને લોકોના કરોડો રુપિયા ખંખેરી ચુક્યો છે. તેણે પ્રાંતિજ અને હિંમતનગર ઉપરાંત અનેક જિલ્લાઓમાં ઓફીસો ખોલીને બાઈકનુ ઈનામ કરવાની સ્કીમ ખોલી હતી જેમા લોકોના પૈસા હપતા સ્વરુપે મેળવીને ડ્રોની ઓફીસોને તાળા લગાવી દીધા હતા. જેમા તેના કાકા જશવંત પટેલ પણ સામેલ હતા. કાકા જશંવતભાઈ પણ હાલ પેપર લીક મામલામાં રિમાન્ડ હેઠળ છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

જયેશ અને તેના મિત્રોએ ફ્રેન્ડસ ગ્રુપ નામની યોજના ખોલી હતી. જેના દ્વારા તેઓએ બનાસકાંઠાના ધાનેરા સહિત સાબરકાંઠના તલોદ ઉપરાંત અનેક સ્થળોએ રેસિડેન્સ ડેવલોપીંગની સ્કિમો પણ અમલમાં મુકી હતી જે સ્કિમો પણ હજુ અધૂરી છે અને જેના બુકિંગ ચના પૈસા ભરનારા લોકો ઘરના ઘરની રાહ જોઈ રહ્યા છે. જયેશ અને જશવંત પટેલ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તે બંને સહિત છ જણા સામે વર્ષ ૨૦૧૭ મા ફરિયાદ નોંધાઈ હતી. જેમા તે ફરાર થઈ ગયો હત અને જે વેળા પણ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

ત્યાર બાદ તે ૨૨ દિવસ સુધી જેલમાં રહ્યો હતો. આમ જયેશ પૈસા ખંખેરી લઈ પોલીસ અને કાયદાની જાળમાંથી કેવી રીતે પસાર થવાય તેને લઈ રીઢો થઈ ચૂક્યો છે. જેને લઈ હાલમાં પણ પેપર લીક કાંડમાં પોલીસની તપાસને અવળે પાટે લઈ જવા આડા અવળા જવાબો રિમાન્ડ દરમ્યાનની પૂછપરછમાં આપી રહ્યો છે. જોકે હવે તેની બાકીની પૈસા ખંખેરવાની યોજનામાં પૈસા પરત મેળવવા ધક્કા ખાઈ રહેલા રોકાણકારો અને ઘર બુકિંગ કરનારાઓ પણ સાબરકાંઠા પોલીસનો સંપર્ક કરવા લાગ્યા છે.

આમ હવે જયેશ પટેલ અને તેના ભાગીદારો સામે વધુ ફરીયાદો નોંધાવવાનો સીલસીલો શરુ થઈ શકે છે. જયેશ પટેલ અને તેના ભાગીદારો એ કરોડો રુપિયા લોકો પાસેથી મેળવી ઓળવી જઈ ફરિયાદ માટે આગળ આવનારાઓને ગંદી ગાળો અને ધાકધમકીઓ આપતા રહે છે જેની સીડી પણ હવે સાબરકાંઠા પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. સાથે જ જયેશ અને તેના ભાગીદાર મિત્રો રાતોરાત કેવી રીતે કરોડપતિ બની ગયા તેની લૂંટારુ યોજનાઓનો પણ પર્દાફાશ કરાશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">