ચમત્કાર કે બીજુ કંઇ ! પાવાગઢમાં બે લોકો 100 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યા, બંનેને પોલીસ અને ફોરેસ્ટ વિભાગે જીવતા બચાવ્યા, જૂઓ Video

| Edited By: | Updated on: Aug 04, 2023 | 4:18 PM

હેલિકવ વાવ પાછળ આવેલા ડુંગરા પરથી પુરૂષ અને મહિલા બંને 100 ફૂટ ઉંડી ખીણમાં પટકાઇ ગયા હતા. ગઇ કાલથી જ બંને પોલીસના ટેલિફોનિક સંપર્કમાં હતા, પરંતુ બંનેમાં વ્યક્તિ પાસે સાદો કીપેડ વાળો મોબાઇલ હોવાથી તેમનું લોકેશન ટ્રેસ ન થઇ શક્યું હતું.

Panchmahal : પંચમહાલમાં આવેલા પાવાગઢમાં (Pavagadh) બે લોકો ખીણમાંથી પટકાયા હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસ અને ફોરેસ્ટ વિભાગે બંનેના લોકેશન શોધીને રેસ્ક્યુની (Rescue) કામગીરી હાથ ધરી. હેલિકવ વાવ પાછળ આવેલા ડુંગરા પરથી પુરૂષ અને મહિલા બંને 100 ફૂટ ઉંડી ખીણમાં પટકાઇ ગયા હતા. ગઇ કાલથી જ બંને પોલીસના ટેલિફોનિક સંપર્કમાં હતા, પરંતુ બંનેમાં વ્યક્તિ પાસે સાદો કીપેડ વાળો મોબાઇલ હોવાથી તેમનું લોકેશન ટ્રેસ ન થઇ શક્યું હતું.

આ પણ વાંચો- આનંદો ! નર્મદાનો સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો, 6 ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન શરુ કરાયુ, જૂઓ Video

જે પછી પોલીસ અને ફોરેસ્ટ વિભાગે સમયસર બંનેને શોધીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ખીણમાં પડી જતા પુરૂષ અને મહિલા બંનેને ગંભીર ઇજા પહોંચી છે. બંને વ્યક્તિ કલોલ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને બંને સંબંધમાં દિયર અને ભાભી છે. બંને લોકો પાવાગઢ દર્શનાર્થે આવ્યા હતા. જો કે અચાનક આ પ્રકારની દુર્ઘટના બની જતા ચકચાર મચી ગઇ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો