Panchmahal: મોરવાહડફ તાલુકાના ગામોમાં સરકારી યોજનાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, સ્થાનિકોની તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત

|

Jan 25, 2022 | 9:54 AM

ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તે સરકારી ધારાધોરણ મુજબ બનાવવામાં આવ્યા નથી. તમામ કામોમાં ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતુ નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કામોમાં મળતિયા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ (Morwa Hadaf) તાલુકાના અંતરિયાળ ગામોમાં સરકારી યોજના (Government scheme)ઓ થકી કરવામાં આવતા વિવિધ વિકાસના કામોમાં નિયમો નેવે મુકીને ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. મોરવા હડફ તાલુકાના કડાદરા ગામમાં મનરેગા હેઠળ કરવામાં આવેલા વિકાસના કામોમાં ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના અંતરિયાળ ગામોમાં સરકારી યોજનાઓ દ્વારા પ્રાથમિક સુવિધાઓના કામ કરવામાં આવ્યા. ગામમાં રસ્તાઓ, ચેકડેમ તેમજ આવાસ યોજનાઓ જેવા કામો કરવામાં આવ્યા છે. જો કે આ તમામ કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકારી કાગળ પર કામો તો બતાવવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ યોજનાઓનો લા સ્થાનિકોને મળતો નથી.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તે સરકારી ધારાધોરણ મુજબ બનાવવામાં આવ્યા નથી. તમામ કામોમાં ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતુ નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કામોમાં મળતિયા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં આવાસ યોજનાનો લાભ સાચા લાભાર્થીઓને મળતો જ નથી. અગાઉ લાભ મેળવી ચૂકેલા લાભાર્થીઓના નામે ફરીથી લાભ આપી સરકારી સહાયના નાણાં પણ સગેવગે કરવામાં આવ્યા હોવાની રજુઆત સ્થાનિકો કરી રહ્યા છે. સમગ્ર મામલે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે. તાલુકા વિકાસ અધિકારીના મતે તેઓને હાલ રજૂઆત મળી છે અને રજૂઆતના પગલે સ્થળ તપાસ કરીને જો ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો- Winter 2022: કાતિલ ઠંડીથી ઠુઠવાવા રહેજો તૈયાર, અમદાવાદમાં બે દિવસ કોલ્ડવેવ, કચ્છ-નલિયામાં સિવિયર કોલ્ડવેવ રહેશે

આ પણ વાંચો- RBI એ સુરત અને રાજકોટની 3 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન થતાં લગાવાઈ ફટકાર

 

Next Video