પંચમહાલ: ધારાસભ્યની સરકારી બાબુઓને ટકોર, મારે શું અને મારું શું ભૂલીને લોકોના કામ કરો
MLA સી.કે. રાઉલજીએ અધિકારીઓને પ્રજાના કામ કરવા ટકોર કરતા કહ્યું કે, કિસાન સન્માન નિધિ યોજનામાં કેટલાક ખેડૂતો વારસાઈના અભાવે લાભથી વંચિત રહે છે. ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારીઓ સાથે મળી કામ કરે તો કોઈ ફરિયાદ જ ન રહે. વધુમાં તલાટીને બાકી રહેલ વારસાઈનું કામ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ સરકારી બાબુઓને આ ટકોર કરી છે કે, મારે શું અને મારું શું તે ભૂલીને અધિકારીઓએ અરજદારોના કામ કરવા જોઈએ. કોઈ પણ ફળની અપેક્ષા કર્યા વગર નિષ્ઠાથી કામ કરવું જોઈએ. પંચમહાલમાં કૃષિ મહોત્સવમાં MLA સી.કે. રાઉલજીએ નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો પંચમહાલ : ગોધરામાં 100થી વધુ લોકો સાથે છેતરપિંડી, હઝમાં સુવિધાના નામે રૂપિયા ખંખેર્યા
MLA સી.કે. રાઉલજીએ અધિકારીઓને પ્રજાના કામ કરવા ટકોર કરતા કહ્યું કે, કિસાન સન્માન નિધિ યોજનામાં કેટલાક ખેડૂતો વારસાઈના અભાવે લાભથી વંચિત રહે છે. ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારીઓ સાથે મળી કામ કરે તો કોઈ ફરિયાદ જ ન રહે. તો અમુક કિસ્સામાં આ બન્ને ભેગા થાય ત્યારે કામ બગડે છે તેમ રમૂજ પણ કરી હતી. વધુમાં તલાટીને બાકી રહેલ વારસાઈનું કામ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
