Panchmahal: આ ગામમાં ગ્રામ પંચાયતનું મતદાન રદ કરવા સરપંચ પદના ઉમેદવારની માગ, જાણો સમાગ્ર વિવાદ

| Edited By: | Updated on: Dec 19, 2021 | 10:22 AM

Panchmahal: વિરાણીયામાં ચૂંટણી ચિન્હની ખોટી છાપના કારણે મતદાન રદ કરવા ઉમેદવારની માંગ છે. ચાલો જાણીએ સમગ્ર વિગત.

Gram panchayat election: પંચમહાલના મોરવા હડફની વિરાણીયા ગ્રામપંચાયતનું મતદાન રદ કરવા માગ થઈ રહી છે. સરપંચ પદના ઉમેદવારનું ચૂંટણી ચિન્હ બદલાઈ જતા વિવાદ સર્જાયો છે. દાવો છે કે, ઉમેદવારી વખતે તેમને ચૂંટણી ચિન્હ તરીકે ડીઝલ પંપ અપાયો હતો. જો કે, આજે મતદાનના દિવસે ચૂંટણી ચિન્હ પેટ્રોલ પંપ આવ્યું છે. જેને લઈને મતદાન રદ કરવા માગણી થઈ રહી છે

જણાવી દઈએ કે વિરાણીયામાં નીતાબેન ગોરનું જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે તેમને ડીઝલ પંપનું ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું હતું એવું એમનું કહેવું છે. આ બાદ તેમણે ગામમાં પ્રચાર પણ આ રીતે કર્યો હતો. જો કે આજે તેમનું ચિન્હ પેટ્રોલ પંપનું આવતા ચકચાર મચી ગયો છે.

આ સમગ્ર છબરડો ધ્યાને આવતા તેમણે આજનું મતદાન રદ કરવાની માગ કરી છે. સમગ્ર મામલે હાલ ચૂંટણી અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે એટલે કે આ ગામમાં પહોંચ્યો છે. ત્યારે હવે ચૂંટણી રદ કરવી કે આગળ અન્ય કોઈ કાર્યવાહી કરવી તે અંગે કવાયત ચાલી રહી છે. જોવું રહ્યું કે આગળ ચૂંટણી પંચ શું નિર્ણય લે છે.

 

આ પણ વાંચો: Rajkot: MLA કુંવરજી બાવળિયાએ મત આપીને કટાક્ષ કર્યો, ‘કમળો હોય તેને પીળું જ દેખાય’, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: Gram Panchayat Election: કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે પોતાના વતન વાંઠવાડી ખાતે કર્યું મતદાન, વધુમાં વધુ મતદાન કરવા આહ્વાન

Published on: Dec 19, 2021 10:17 AM