Banaskantha Video : પાલનપુરમાં મિનરલ પાણીની બોટલમાં ફૂગ અને જીવાણુ જોવા મળ્યા, હજારો બોટલ જપ્ત કરાઈ

|

Apr 01, 2024 | 8:40 AM

બનાસકાંઠાના પાલનપુરમાં મિનરલ પાણીની બોટલમાં ફૂગ અને જીવાણુ જોવા મળ્યા છે. શગુન બેવરેજીસમાં મિનરલ પાણીમાં ફૂગ અને જીવાણું હોવાનું સામે આવ્યુ છે. ફૂડ વિભાગે રેડ કરી મુદ્દામાલ સીઝ કર્યો છે.  મિનરલ પાણીનો 1.13 લાખના મુદ્દા માલનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે.

રાજ્યમાં અવારનવાર અખાદ્ય પદાર્થ ઝડપાતો હોય છે. પરંતુ બનાસકાંઠાના પાલનપુરમાં મિનરલ પાણીની બોટલમાં ફૂગ અને જીવાણુ જોવા મળ્યા છે. શગુન બેવરેજીસમાં મિનરલ પાણીમાં ફૂગ અને જીવાણું હોવાનું સામે આવ્યુ છે. ફૂડ વિભાગે રેડ કરી મુદ્દામાલ સીઝ કર્યો છે.

મિનરલ પાણીનો 1.13 લાખના મુદ્દા માલનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે. બે માસ અગાઉ ફૂડ વિભાગે 5664 મિનરલ પાણીની બોટલ જપ્ત કરી હતી. એક લીટરની બોટલમાં મિનરલ વોટર સપ્લાય કરાતું હતું. પાલનપુર આબુ હાઇવે પર ગેર કાયદેસર મિનરલ વોટરનો પ્લાન્ટ આવેલો છે.

બીજી તરફ આ અગાઉ રાજકોટ ખાતે આશા ફૂડ નામના એકમમાંથી આરોગ્ય વિભાગે 5,200 કિલો જેટલા દાબેલા ચણા, સાદા ચણા અને મગનો જથ્થો જપ્ત કર્યો હતો. તો દાઝેલુ તેલ,ટેસ્ટી મસાલા સહિત અન્ય ચીજવસ્તુઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવ્યો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video