પાકિસ્તાન મરિન્સે માંગરોળની ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ, 6 માછીમારોનું રેસ્ક્યૂ કરાયુ

|

Oct 07, 2022 | 11:44 AM

કચ્છ (Kutch) જિલ્લામાં IMBL નજીક માંગરોળની ફિશિંગ બોટ ( fishing boat) પર પાકિસ્તાન મરિન્સ દ્વારા ફાયરિંગ (firing) કરાયુ હોવાની ઘટના સામે આવી છે.

ફરી એક વાર પાકિસ્તાનની (Palistan) નાપાક હરકત સામે આવી છે. કચ્છ જિલ્લામાં IMBL નજીક માંગરોળની ફિશિંગ બોટ ( fishing boat) પર પાકિસ્તાન મરિન્સ દ્વારા ફાયરિંગ (firing) કરાયુ હોવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ પાકિસ્તાન મરિન્સ દ્વારા અનેક વાર ભારતીય માછીમારોનું અપહરણ કરવાની ઘટનાઓ બનેલી છે. ત્યારે હવે પાકિસ્તાન મરિન્સે ગુજરાતી માછીમારોની ફિશિંગ બોટ પર ફાયરિંગ કર્યુ છે. જો કે માછીમારોને રેસ્કયૂ કરીને બચાવી લેવાયા છે.

પાકિસ્તાન દ્વારા વારંવાર કરાય છે માછીમારોનું અપહરણ

ગુજરાતનો દરિયાકિનારો પાકિસ્તાનની જળસીમા સાથે પણ જોડાયેલો છે. ઘણીવાર એવુ બનતુ હોય છે કે ગુજરાતના માછીમારો ભારતીય જળસીમામાં માછીમારી કરવા જતા હોય છે. પણ ક્યારેક પાકિસ્તાન મરિન્સ દ્વારા ભારતીય જળસીમામાં ઘુસીને પણ માછીમારોનું અપહરણ કરી લેવામાં આવે છે. આજે પણ ગુજરાતના અનેક માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. જો કે અત્યાર સુધી પાકિસ્તાન મરિન્સ દ્વારા માછીમારોનું અપહરણ કરવાની ઘટના બનતી હતી. જો કે આ વખતે પાકિસ્તાન મરીન્સ દ્વારા માછીમારોની બોટ પર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે.

માછીમારોનું કરાયુ રેસ્ક્યૂ

IMBL નજીક માંગરોળની ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરિન્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ છે. પાકિસ્તાન મરિન્સ દ્વારા ફાયરિંગ કરતા ફિશિંગ બોટે જળ સમાધી લીધી હતી. જો કે ભારતીય મરિન્સ દ્વારા બોટમાં સવાર 6 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. આ છ માછીમારોનું રેસ્ક્યૂ કરીને જખૌ લઇ જવામાં આવ્યા છે. જે પછી પોલીસ તથા અન્ય એજન્સીઓએ દ્વારા માછીમારોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પુછપરછમાં માછીમારોએ તેમની બોટ પર ફાયરિંગ થયાનું જણાવ્યુ છે.

Published On - 11:43 am, Fri, 7 October 22

Next Video