દેવભૂમિ દ્વારકા : પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી, ભારતીય બોટ અને 9 માછીમારોનું કર્યું અપહરણ
દેવભૂમિ દ્વારકામાં પોલીસનું દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. પુરતા કાગળો વગર માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ઓખા, બેટ દ્વારકા, રૂપેણ બંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે.
દેવભૂમિ દ્વારકામાં પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. પુરતા કાગળો વગર માછીમારી કરતી બોટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ઓખા, બેટ દ્વારકા, રૂપેણ બંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં પોલીસે 183 બોટની તપાસ કરી 4 બોટ સામે કાર્યવાહી હાથ ધરી છે.
તો બોટ સંચાલકો પાસે પુરતા દસ્તાવેજો ન હોવાથી ફરિયાદ નોંધાઈ છે. શંકાસ્પદ ગતિવિધીની જાણ થાય તો તાત્કાલિક પોલીસને જણાવવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી છે. IMBL પાસે ભારતીય બોટ અને 9 માછીમારોનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. તો બેટ દ્વારકાની બોટ ઓખાથી માછીમારી કરવા નીકળી હોવાનું સામે આવ્યું છે.
( વીથ ઈનપુટ – હિતેશ ઠકરાર )
દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 31, 2023 09:39 AM