અરબી સમુદ્રમાં ફરી પાકિસ્તાન મરીનની નાપાક હરકત, ભારતીય ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ

|

May 14, 2022 | 11:11 AM

પાકિસ્તાન(Pakistan) મરીનની ફરી નાપાક હરકત સામે આવી છે. ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનુ અપહરણ કર્યાના સમચાર મળી રહ્યા છે.

Porbandar : અરબી સમુદ્રમાં ફરી પાક મરીનની(Pakistan Marin) નાપાક હરકત સામે આવી છે.ભારતીય જળ સીમા નજીક પાક મરીને ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે.ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ એક બોટ પર ફાયરિંગ(Firing)  કરી અપહરણ કર્યું હોવાના સમાચાર મળતા ખળભળાટ મચી ગયો છે.

ગત મોડી રાત્રે ફાયરિંગ કરી બોટ સાથે માછીમારોનું (Fishermen)અપહરણ કરી પાકિસ્તાન(Pakistan) લઈ ગયા હોવાની ચર્ચા તેજ થઈ છે.જોકે ફાયરીંગ દરમિયાન કોઈ ને ઇજા થયેલ છે કે કેમ તે અંગે હજુ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

ભારતીય માછીમારોને બોટ સહિત પકડવાનો સિલસિલો હજુ યથાવત

અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા નજીકથી ભારતીય માછીમારોને બોટ સહિત પકડવાનો સિલસિલો હજુ યથાવત છે. આ પહેલા પણ અનેક વખત પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી ચૂકી છે. થોડા દિવસો અગાઉ 10 બોટ સાથે 60 જેટલા માછીમારોને સમુદ્રમાં બંધક બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ 24 કલાકમાં કુલ 13 બોટ સાથે 78 માછીમારોને બંધક બનાવ્યા હતા. ત્યારે ફરી એક વાર આ પ્રકારની ઘટના બનતા ભારતીય સુરક્ષા એજન્સી દોડતુ થયુ છે.

Published On - 10:16 am, Sat, 14 May 22

Next Video